World

રૂ. 769 કરોડના હથિયાર કૌભાંડમાં યુરોપિયન દેશના મંત્રીનું રાજીનામું: ભારતીય કંપનીનું નામ ઉછળ્યું

By GS Team
4 Sep 20262 mins read
TukuTouch Logo
ઇસ્ટોનિયામાં 70 મિલિયન યુરો (આશરે 769 કરોડ રૂપિયા) ના શસ્ત્ર કૌભાંડને કારણે રાજકીય ભૂકંપ આવ્યો છે. યુક્રેન માટે દારૂગોળો ખરીદવાના આ વિવાદિત સોદામાં ભારતીય માલિકીની કંપનીનું નામ સામે આવતાં ઇસ્ટોનિયાના સંરક્ષણ મંત્રી હેન્નો પેવકુરે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપ્યું છે. કરાર કરાયેલી કંપનીને શસ્ત્રો બનાવવાનો કોઈ અનુભવ ન હોવાથી, નબળી ગુણવત્તાનો દારૂગોળો મળ્યો અને નાણાંની વસૂલાતનો વિવાદ આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશનમાં પહોંચ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રૂ. 769 કરોડના હથિયાર કૌભાંડમાં યુરોપિયન દેશના મંત્રીનું રાજીનામું: ભારતીય કંપનીનું નામ ઉછળ્યું

Estonia Defence Minister Resigns Over Rs 769-Cr Arms Deal Involving Indian Firm | ઇસ્ટોનિયામાં 70 મિલિયન યુરો (આશરે 769 કરોડ રૂપિયા) ના શસ્ત્ર કૌભાંડને કારણે મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. યુક્રેન માટે દારૂગોળો ખરીદવાના આ વિવાદિત સોદામાં એક ભારતીય માલિકીની કંપનીનું નામ સામે આવ્યા બાદ ઇસ્ટોનિયાના સંરક્ષણ મંત્રી હેન્નો પેવકુરે નૈતિક જવાબદારી સ્વીકારીને રાજીનામું આપી દીધું છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે, જે કંપનીને આટલો મોટો કોન્ટ્રાક્ટ અપાયો હતો તેને હથિયાર બનાવવાનો કોઈ જ અનુભવ ન હતો.

ઇટાલીમાં નોંધાયેલી કંપનીની માલિકી ભારતની
વર્ષ 2024 માં ઇસ્ટોનિયાના ‘સેન્ટર ફોર ડિફેન્સ ઇન્વેસ્ટમેન્ટ્સ’ (RKIK) દ્વારા યુક્રેનને મદદ કરવા માટે 'ડેટાસેલ' (Datasel) નામની કંપની સાથે કરાર કરવામાં આવ્યો હતો. આ કંપની ઇટાલીમાં નોંધાયેલી છે, પરંતુ તેની માલિકી ભારતની 'નેકો ડિફેન્સ મ્યુનિશન્સ' પાસે છે. આ સોદા હેઠળ કંપનીને એડવાન્સમાં 70 મિલિયન યુરો ચૂકવવામાં આવ્યા હતા, જેના માટે યુરોપિયન યુનિયન (EU) ના ફંડનો ઉપયોગ થયો હતો.

ઉતરતી કક્ષાનો દારૂગોળો બન્યો વિવાદનું કારણ
ડિલિવરીમાં લાંબા વિલંબ બાદ જ્યારે 2025 માં દારૂગોળો ઇસ્ટોનિયા પહોંચ્યો, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે તે ગુણવત્તાના ધોરણો પર ખરો ઉતરતો ન હતો. આથી, ઇસ્ટોનિયાએ કોન્ટ્રાક્ટ રદ્દ કરીને નાણાં પાછા માંગ્યા. બીજી તરફ, ડેટાસેલ કંપનીનો દાવો છે કે તેમણે 59 મિલિયન યુરોનો માલ સમયસર પહોંચાડ્યો છે અને ગુણવત્તામાં કોઈ ખામી નથી, પરંતુ ઇસ્ટોનિયાની એજન્સી બાકીનો માલ સ્વીકારવામાં અસમર્થ છે. હવે આ 70 મિલિયન યુરોની વસૂલાતનો વિવાદ ફ્રાન્સના આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન સેન્ટરમાં પહોંચ્યો છે.

ક્યારેય શસ્ત્રો નથી બનાવ્યા એવી કંપની સાથે શસ્ત્ર સોદો મોંઘો પડ્યો
ઇસ્ટોનિયાના રાષ્ટ્રીય ઓડિટ વિભાગે પણ આ ડીલ અંગે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ડિફેન્સ ઇન્વેસ્ટમેન્ટ સેન્ટરના ડિરેક્ટર જનરલ એલ્મર વાહેરે કબૂલ્યું હતું કે, જેણે ક્યારેય શસ્ત્રો નથી બનાવ્યા તેવી કંપનીને આટલો મોટો સોદો આપવો એ મોટી ભૂલ હતી. ઓડિટમાં ચેતવણી અપાઈ છે કે જો આ પૈસા પાછા નહીં મળે તો ઇસ્ટોનિયાની સરકારને પોતાના બજેટમાંથી આ નુકસાન ભોગવવું પડશે.

નૈતિક જવાબદારી સ્વીકારીને સંરક્ષણ મંત્રીએ રાજીનામું આપ્યું
ઇસ્ટોનિયાના વડાપ્રધાને જણાવ્યું હતું કે વર્ષ 2022થી સંરક્ષણ મંત્રી તરીકે સેવા આપી રહેલા હેન્નો પેવકુર આમાં વ્યક્તિગત રીતે દોષિત નથી. તેમ છતાં, ઓડિટના તારણો અને સમગ્ર તંત્રની નિષ્ફળતાની રાજકીય જવાબદારી સ્વીકારીને પેવકુરે પોતાનું પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ઇસ્ટોનિયાની સુરક્ષા એક સંયુક્ત જવાબદારી છે અને યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખવું એ તેમના દેશની સુરક્ષા માટે પણ જરૂરી છે.