'હા, મારે રશિયન મહિલા સાથે અફેર હતું...', એપસ્ટિન ફાઈલ્સ વિવાદ વચ્ચે બિલ ગેટ્સની કથિત કબૂલાત, માફી માંગી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Bill Gates Epstein Files: દુનિયાના જાણીતા ઉદ્યોગપતિ બિલ ગેટ્સ એક વાર ફરી એપસ્ટિન ફાઈલ્સ સાથે જોડાયેલા વિવાદોથી ચર્ચામાં છે. આ મામલે ફસાયેલા બિલ ગેટ્સ હવે માફી માંગી રહ્યા છે. તેમણે કથિત રીતે કબૂલાત કરી છે કે બે રશિયન મહિલાઓ સાથે તેમના સંબંધ હતા. હાલમાં આવેલા નવા દસ્તાવેજો બાદ વકરેલા વિવાદ પછી બિલ ગેટ્સે માફી સાથે પ્રતિક્રિયા આપી છે.
'એપસ્ટિન સાથે સમય ગાળવો ભૂલ'
સૂત્ર મુજબ એક આંતરિક ટાઉનહોલ મીટિંગમાં ગેટ્સે પોતાના જૂના સંબંધોને લઈને થયેલા સવાલ પર જવાબ આપ્યો છે, ભૂલ સ્વીકારતા કહ્યું છે કે એપસ્ટિન સાથે સમય ગાળવો અને ફાઉન્ડેશનના વરિષ્ઠ અધિકારીઓને મળવવા એક મોટી ભૂલ હતી.
કથિત રીતે સ્વીકાર્યું બે રશિયન મહિલા સાથે હતા સંબંધ
દાવા મુજબ બિલ ગેટ્સએ એ પણ સ્વીકાર કર્યો કે, તેમના આ નિર્ણયને કારણે સંગઠનના લોકોને અસહજ સ્થિતિનો સામનો કરવો પડ્યો, જે માટેની જવાબદારી લે છે, ટાઉન હૉલમાં ગેટ્સે કથિત રીતે એ પણ માન્યું છે કે એપસ્ટિન ફાઈલ્સમાં બતાવવામાં આવેલી બે રશિયન મહિલા સાથે તેમના અફેર હતા. પરંતુ સાફ કર્યું કે તે સંબંધોનું એપસ્ટિનથી પીડિત સાથે કોઈ લેવા દેવા નથી. મેં કોઈ ગેરકાયદે પગલું ભર્યું નથી ન તો તેવું જોયું છે.
બિલ ગેટ્સે જાહેર કાર્યક્રમો ટાળ્યા
સમગ્ર વિવાદની અસર બિલ ગેટ્સના જાહેર કાર્યક્રમો પર પણ પડી છે. દિલ્હીમાં આયોજિત ગ્લોબલ AI સમિટમાં તેમની ગેરહાજરી એ વાતનો પુરાવો છે. ઉલ્લેખની છે કે ગેટ્સ ફાઉન્ડેશન પહેલા પણ ચોખવટ કરી ચૂક્યું છે કે એપસ્ટિન સાથે કોઈ લેવડ દેવડ કરવામાં આવી ન હતી. ન તો સંગઠનમાં કોઈ ભૂમિકા, તેમ છતાં નવા ખુલાસો પછી ગેટ્સની છબી અને વિશ્વનિયતા પર સવાલો ઉઠી રહ્યા છે.
બિલ ગેટ્સને ગુપ્ત રોગ થયો હોવાનો દાવો
અમેરિકાના ન્યાયતંત્ર દ્વારા જેફ્રી એપસ્ટિન સાથે જોડાયેલી ફાઈલો જગજાહેર કરવામાં આવી હતી.જેમાં દાવો કરાયો છે કે માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સને રશિયાની યુવતીઓ સાથે શારીરિક સંબંધના કારણે ગુપ્ત રોગ (STD) થયો હતો. વર્ષ 2013માં 18મી જુલાઈએ એપસ્ટિને ખુદ એક ઈમેલ લખ્યો હતો. જેમાં તેણે કહ્યું હતું કે બિલ ગેટ્સે રશિયાની મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા જે બાદ તેમને એક ગુપ્ત રોગ થયો હતો. જે બાદ તેમણે એન્ટિબાયોટિક દવાઓ પણ માંગી હતી, જેથી તેઓ તે દવા ચૂપચાપ પોતાની પત્નીને આપી શકે. નોંધનીય છે કે બિલ અને મેલિન્ડા ગેટ્સના વર્ષ 1994માં લગ્ન થયા હતા અને 2021માં બંનેએ છૂટાછેડા લીધા. છૂટાછેડાના કારણોમાં બિલ ગેટ્સના અફેર તથા એપસ્ટિન સાથેના સંબંધો પણ સામેલ હોવાનું મેલિન્ડાએ કહ્યું હતું. જોકે તેમણે વિસ્તૃત માહિતી નહોતી આપી.








