'એનર્જી-સીઝફાયર' તો મારા માટે ન્યૂઝ સમાન છે ટ્રમ્પનાં વિધાનો પ્રત્યે ઝેલેન્સ્કીનો ઠંડો પ્રતિભાવ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- રશિયા-યુક્રેન યુદ્ધ : ગૂંચ ઉકેલવા જતાં વધતી જાય છે
- યુક્રેન યુદ્ધ અંગે ઝેલેન્સ્કી-ટ્રમ્પ મતભેદો વધતા જાય છે તેમ છતાં યુક્રેન પ્રમુખે કહ્યું : હું યુદ્ધ વિરામ માટે તૈયાર છું
નવી દિલ્હી : યુક્રેન યુદ્ધ અંગે યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે મતભેદો વધતા જાય છે, એવું લાગે છે કે યુક્રેન ગૂંચ ઉકેલવા જતાં પતંગની દોરીની ગૂંચની જેમ જ વધતા જાય છે.
યુક્રેન યુદ્ધ થંભાવવાનાં પહેલાં પગલાં તરીકે પ્રમુખ ટ્રમ્પે 'એનર્જી સીઝ ફાયર' (પરસ્પરે ઉર્જા સંકુલો ઉપર હુમલા ન કરવા)નું સૂચન કર્યું હતું. આ સૂચનને તદ્દન હળવાશથી લેતાં યુક્રેનનાં પ્રમુખ ઝેલેન્સ્કીએ જાણે કે તે વિષે કશું જાણતા જ ન હોય તેમ કહ્યું, 'એનર્જી સીઝ ફાયર' તો મારા માટે ન્યૂઝ છે. આમ છતાં યુક્રેનનાં પ્રમુખે તેવી પણ સ્પષ્ટતા કરી હતી કે, આમ છતાં તેઓ સીઝ ફાયર માટે તૈયાર છે.
આ સાથે વોલોડોમીર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, 'હું તે દરખાસ્તની વિગતોની રાહ જોઈ રહ્યો છું. પરંતુ રશિયા જો યુદ્ધ વિરામ માટે સહમત થાય તો યુક્રેન પણ તે માટે સહમત થશે.'
તેઓએ રશિયા ઉપર આક્ષેપો મુકતાં જણાવ્યું યુક્રેનનાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રકચર્સ (ઊર્જા માટેનાં પાયારૂપ સંસાધનો) ઉપર રશિયા દ્વારા રશિયા તેના શાહેદ મિસાઇલ્સથી હુમલા કરી રહ્યું છે. રવિવારે સાંજે ખાર્કીવમાં એક 'પાવર પ્લાંટ' મિસાઇલ હુમલો કરાયો હતો. છેલ્લાં એક સપ્તાહમાં રશિયાએ અમારા વિજ ઉત્પાદન સંયંત્રો અને વીજ વહન વ્યવસ્થાઓ ઉપર ૨૦૦થી વધુ હુમલા કર્યા છે. ૧૭ હુમલા અમારી ગેસ અને ઓઇલ ફેસીલીટીઝ ઉપર કરાયા છે. યુક્રેને યુદ્ધ બંધ કરવા અનેક દરખાસ્તો મોકલી હતી પરંતુ પુતિનનો એક જ ઉત્તર હતો 'ન્યેત' (ના) પોતાનાં 'ટ' પ્લેટફોર્મ ઉપર આ બધી બાબતો વહેતી મુકવા સાથે ઝેલેન્સ્કીએ કહ્યું, આમ છતાં આશા રાખીએ કે તેઓ (પુતિન) અમેરિકાને કશો સકારાત્મક પ્રતિભાવ આપશે તેથી યુક્રેન અને સમગ્ર જગત સાચી અને ગૌરવભરી શાંતિ ભોગવી શકશે.




