World
સંબંધો સુધારવા પ્રયત્નો થઈ રહ્યાં છે, બાંગ્લાદેશના મંત્રીનું રચનાત્મક નિવેદન
By GS Team
15 Sep 20262 mins read
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન દિલ્હીની મુલાકાત લેશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી હુમાયુ કબીરે ઢાકામાં જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પ્રયાસો ચાલુ છે. અનુકૂળ સમયે તારિક રહેમાન ભારત આવશે અને દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક ગતિવિધિઓ પર ચર્ચા કરશે. BIMSTECની કાર્યવાહી અંગે પણ મંત્રણા થશે.
Summarized by AI; it may make mistakes. Check important info
બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાન દિલ્હીની મુલાકાત લેશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી હુમાયુ કબીરે ઢાકામાં જણાવ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પ્રયાસો ચાલુ છે. અનુકૂળ સમયે તારિક રહેમાન ભારત આવશે અને દ્વિપક્ષીય સંબંધો તેમજ પ્રાદેશિક ગતિવિધિઓ પર ચર્ચા કરશે. BIMSTECની કાર્યવાહી અંગે પણ મંત્રણા થશે.
Summarized by AI; it may make mistakes. Check important info

- PM તારિક રહેમાનની દિલ્હી મુલાકાતની પૂર્વ તૈયારીઓ
- બાંગ્લાદેશના મંત્રી હુમાયુ કબીરે કહ્યું : 'બંનેને અનુકૂળ સમયે વડાપ્રધાન તારિક રહેમાન ભારતની મુલાકાતે જશે જ : દ્વિપક્ષીય સંબંધોની ચર્ચા કરશે'
ઢાકા : બાંગ્લાદેશના વડાપ્રધાન તારિક રહેમાનની નવીદિલ્હીની મુલાકાત પૂર્વે, બાંગ્લાદેશના રાજ્યકક્ષાના વિદેશ મંત્રી હુમાયું કબીરે રચનાત્મક નિવેદન કરતાં જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા પ્રયત્નો થઈ રહ્યા છે, અને વડાપ્રધાન તારિક રહેમાનની ભારતની મુલાકાત પણ નિશ્ચિત છે. તે માટે બંનેને અનુકૂળ સમય નિશ્ચિત કરવામાં આવશે.
દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક ગતિવિધિઓને નજરમાં રાખી બંને દેશોના નેતાઓ મંત્રણા કરવાના છે. તેમ કહેતાં હુમાયું કબીરે જણાવ્યું હતું કે તે મંત્રણામાં બિમસ્ટેકની કાર્યવાહી વિષે પણ ચર્ચા હાથ ધરાશે.
બિમસ્ટેકનું ફૂલફોર્મ આ પ્રમાણે છે : 'બે ઓફ બેંગાલ ઇનિશ્યેટિવ ફોર મલ્ટી સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિક કો.ઓપરેશન.'
ટૂંકમાં બંગાળના ઉપસાગરને સ્પર્શી રહેલા દેશોનું એ સંગઠન છે. બાંગ્લાદેશ આ વર્ષે તે સંગઠનના અધ્યક્ષ પદે છે. તે સંગઠનમાં ભારત, બાંગ્લાદેશ, બ્રહ્મદેશ (મ્યાંમાર), થાઈલેન્ડ, મલેશિયા અને ઇન્ડોનેશિયા સભ્ય પદે છે. શ્રીલંકા 'આમંત્રિત' સભ્ય છે.
સૌથી મહત્ત્વની વાત તો બાંગ્લાદેશનાં વલણમાં અચાનક આવેલાં પરિવર્તનની છે. હજી ગઈકાલ સુધી તો તારિક રહેમાનની ભારતની મુલાકાત અંગે અનિશ્ચિતતતા પ્રવર્તી રહી હતી. વિશેષત: બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને ભારતે આપેલા રાજ્યશ્રય, તે પછી બાંગ્લાદેશ તેઓનાં પ્રત્યાર્પણની કરેલી માગણી. ભારતે તે અંગે સાધેલું અકળ મૌન અને તે માગણીની સદંતર ઉપેક્ષા કરી તે સામે કોઈ જવાબ પણ આપ્યો નહીં તેથી બાંગ્લાદેશ ખરેખરૃં ધૂંધવાયું છે. બીજી તરફ બાંગ્લાદેશમાં ઇસ્લામિક કટ્ટરવાદીઓ દ્વારા હિન્દૂઓની કરાતી નૃશંસ હત્યાઓ, હિન્દૂ છોકરીઓનાં થઈ રહેલાં અપહરણો, તિસ્તા નદીના જળવિવાદ તથા તારિકનું તે સંબંધે બૈજિંગ જઈ તે ઉકેલવા ચીનને મધ્યસ્થી બનવા કરેલી વિનંતી ને લીધે ભારત પણ સહજ રીતે બાંગ્લાદેશથી નારાજ છે. આમ છતાં તેનું વ્યૂહાત્મક મહત્ત્વ ભારતને બરોબર ખ્યાલમાં રાખી તેની સાથે સંબંધો સારા રાખવા છે.
બાંગ્લાદેશની વાત કરીએ તો ભારતે જે રીતે તેના પડોશી દેશો માલદીવ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા અને નેપાળ તથા અફઘાનિસ્તાનને કરેલી સહાય કોઈની નજર બહાર જાય તેમ નથી. તેમાંએ જે એ નેપાળ જે એક સમયે ચીન તરફી હતું તે હવે પૂર્ણત: ભારત તરફી બની રહ્યું છે. ભારતે તેને પૂર સમયે કરેલી જબરજસ્ત સહાય બાંગ્લાદેશે ખ્યાલમાં રાખી છે. તે પૂર માટે ચીનેે ચેતવણી આપવામાં કરેલો વિલંબ પણ નજરમાં રાખી હવે બાંગ્લાદેશ ભારત સાથે સંબંધો સુધારવા આતુર બને તે સહજ પણ છે. તેમ નિરીક્ષકો કહે છે.




