World

અફઘાનિસ્તાનમાં ફરી જોરદાર ભૂકંપ, 4.3ની તીવ્રતાએ ધરા ધ્રૂજી ઊઠતાં લોકો ફફડી ઊઠ્યા

By GS Team
5 Jan 20251 min read
This article was originally published on 5 Jan 2025
TukuTouch Logo
છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા છે અને આજે ફરી એકવાર વહેલી સવારે 4.3ની તીવ્રતાને ધરા ધ્રૂજી ઊઠતાં લોકો ફફડી ગયા હતા. જોકે આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

અફઘાનિસ્તાનમાં ફરી જોરદાર ભૂકંપ, 4.3ની તીવ્રતાએ ધરા ધ્રૂજી ઊઠતાં લોકો ફફડી ઊઠ્યા

Earthquake Tremors in Afghanistan: છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાનમાં અનેક ભૂકંપના આંચકા અનુભવાયા છે અને આજે ફરી એકવાર વહેલી સવારે 4.3ની તીવ્રતાને ધરા ધ્રૂજી ઊઠતાં લોકો ફફડી ગયા હતા. જોકે આ ભૂકંપને કારણે હજુ સુધી કોઈ મોટી જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. 



ભૂકંપનું કેન્દ્ર ક્યાં હતું? 

માહિતી અનુસાર આજે આવેલા ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની અંદર 170 કિ.મી. ઊંડાઈએ હતું. ઉલ્લેખનીય છે કે આ પહેલા 27 ડિસેમ્બરે પણ અફઘાનિસ્તાનમાં જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એક પછી એક ભૂકંપના ઝટકાને કારણે લોકોમાં ડર બેસી ગયો છે. આ વખતે પણ સામાન્ય ઝટકો હોવા છતાં લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા.