World

નેપાળમાં ભયાનક પૂર-ભૂસ્ખલન બાદ ફરી ભૂકંપના આંચકા, ધરતી ધ્રૂજતાં લોકોમાં વધ્યો ભય

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
નેપાળમાં ભયાનક પૂર હોનારત બાદ રવિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર 3.8ની તીવ્રતા નોંધાઈ. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 20 કિલોમીટરની ઊંડાઈએ હતું. સદ્ભાગ્યે, કોઈ જાનહાનિના સમાચાર નથી. પૂરથી અત્યાર સુધીમાં 1,344 લોકોના મોત થયા છે, અને ભારતની NDRF ટીમ બચાવકાર્યમાં મદદ કરી રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

નેપાળમાં ભયાનક પૂર-ભૂસ્ખલન બાદ ફરી ભૂકંપના આંચકા, ધરતી ધ્રૂજતાં લોકોમાં વધ્યો ભય

Nepal Earthquake : ભયાનક ફ્લેશ ફ્લડનો સામનો કરી રહેલા પડોશી દેશ નેપાળમાં પૂર હોનારતના આશરે 10 દિવસ બાદ રવિવારે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) ના જણાવ્યા અનુસાર, રિક્ટર સ્કેલ પર આ ભૂકંપની તીવ્રતા 3.8 માપવામાં આવી છે. કુદરતી આપત્તિઓ સામે ઝઝૂમી રહેલા નેપાળમાં અચાનક ધરતી ધ્રૂજી ઊઠતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.

જમીનમાં 20 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું કેન્દ્રબિંદુ

NCS અનુસાર, રવિવારે (6 સપ્ટેમ્બર) સાંજે 6 વાગ્યાને 59 મિનિટ અને 47 સેકન્ડે ભૂકંપના આંચકા નોંધાયા હતા. તેનું કેન્દ્રબિંદુ નેપાળમાં 27.747 ડિગ્રી ઉત્તરીય અક્ષાંશ અને 86.163 ડિગ્રી પૂર્વીય રેખાંશ પર સ્થિત હતું. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનની અંદર આશરે 20 કિલોમીટરની ઊંડાઈએ નોંધાયું હતું. રાહતની વાત એ છે કે ઓછી તીવ્રતાના કારણે આ ભૂકંપથી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી.

27 ઓગસ્ટે પણ આવ્યો હતો ભૂકંપ

નેપાળમાં ફ્લેશ ફ્લડ બાદ હળવી તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય તેવી આ બીજી ઘટના છે. આ અગાઉ 27 ઓગસ્ટના રોજ પણ રિક્ટર સ્કેલ પર 3.2ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. તે સમયે પણ કોઈ મોટું નુકસાન થયું ન હતું, પરંતુ આ ઘટના એવા સમયે બની હતી જ્યારે ભોટેકોશી નદી નજીક નવું સરોવર બનવાથી નીચાણવાળા વિસ્તારોમાં ફરી એકવાર પૂરનું જોખમ તોળાઈ રહ્યું હતું.

પૂર હોનારતમાં મૃત્યુઆંક 1,344 પર પહોંચ્યો

નેપાળમાં છેલ્લા સપ્તાહે સર્જાયેલી જળ હોનારતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. નેપાળ પોલીસના તાજા આંકડા અનુસાર, ભીષણ પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 1,344 લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. ફ્લેશ ફ્લડના પ્રકોપે ઉત્તરીય અને મધ્ય નેપાળના અનેક ગામો તેમજ નગરોને ખેદાન-મેદાન કરી દીધા છે. હાલમાં પણ અનેક વિસ્તારોમાં કાટમાળ અને કાદવ વચ્ચે લાપતા લોકોની સઘન શોધખોળ ચાલી રહી છે.

બચાવ કામગીરીમાં સહાય માટે ભારતીય NDRF ટીમ તહેનાત

આ ભીષણ તબાહી વચ્ચે કાદવ અને કાટમાળ નીચે ફસાયેલા લોકોને શોધવાનું કામ સ્થાનિક પ્રશાસન માટે સૌથી મોટો પડકાર બની ગયું છે. આ ગંભીર સ્થિતિને ધ્યાને રાખીને ભારતે 11 સભ્યોની વિશેષ NDRF ટેકનિકલ ટીમ નેપાળ મોકલી છે. આ ભારતીય ટીમ અત્યાધુનિક સાધનો સાથે નેપાળના સ્થાનિક રાહત દળો સાથે મળીને અસરગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન ચલાવી રહી છે.