World

AI જગતમાં ભૂકંપ: Nvidia CEO હુઆંગની ચાઈનીસ મહિલા જાસૂસ સાથે અફેરની કબૂલાત, ટ્રમ્પે બચાવ કર્યો

By GS Team
9 Nov 20262 mins read
TukuTouch Logo
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Nvidiaના CEO જેન્સન હુઆંગનો બચાવ કર્યો છે. ચીનની એક બિઝનેસવુમન સાથે સંબંધો અને બેજિંગને માહિતી પહોંચાડવાના આરોપો વચ્ચે ટ્રમ્પે હુઆંગને સન્માનિત વ્યક્તિ ગણાવ્યા. ટ્રમ્પે જણાવ્યું કે તેમણે હુઆંગ સાથે આ મામલે વાત કરી નથી, પરંતુ તેમને વિશ્વાસ છે કે બધું બરાબર હશે. Nvidiaએ આ મામલે તપાસ શરૂ કરી છે. ટ્રમ્પે આગામી એશિયા પ્રવાસમાં હુઆંગને સાથે લઈ જવાની શક્યતા પણ વ્યક્ત કરી.

Summarized by AI; it may make mistakes. Check important info

AI જગતમાં ભૂકંપ: Nvidia CEO હુઆંગની ચાઈનીસ મહિલા જાસૂસ સાથે અફેરની કબૂલાત, ટ્રમ્પે બચાવ કર્યો

Donald Trump Jensen Huang : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે Nvidiaના CEO જેન્સન હુઆંગનો બચાવ કરતાં તેમને સન્માનિત વ્યક્તિ ગણાવ્યા છે. ચીનની એક બિઝનેસવુમન સાથે સંબંધો હોવાના અને તે મહિલા દ્વારા બેજિંગને માહિતી પહોંચાડવાના આરોપો વચ્ચે ટ્રમ્પે હુઆંગના કામની પ્રશંસા કરી છે.

જો કે, તેમણે સ્પષ્ટ કર્યું કે આ આરોપો અંગે તેમણે હુઆંગ સાથે કોઈ વાતચીત કરી નથી. ટ્રમ્પે રવિવારે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ‘મેં આ મામલે તેમની સાથે વાત કરી નથી. હું એટલું જ જાણું છું કે તેઓ એક સારા વ્યક્તિ છે, પરંતુ શું ચાલી રહ્યું છે તે અંગે કંઈ કહી શકાય નહીં. મને આશા છે કે બધું બરાબર હશે. મને લાગે છે કે તેઓ એક સન્માનિત વ્યક્તિ છે. તેમણે આપણા દેશ માટે અદ્ભુત કામ કર્યું છે.’

Nvidiaએ શરૂ કરી તપાસ

ચાઈનીસ બિઝનેસવુમન સાથે જેન્સન હુઆંગના નજીકના સંબંધો હોવાના મીડિયા અહેવાલ બાદ Nvidiaએ રવિવારે તપાસ શરૂ કરી છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે આ મહિલા બેઇજિંગને માહિતી પહોંચાડતી હતી. આ મામલે હુઆંગ વિદેશી ગુપ્તચર એજન્સીના નિશાન પર હતા કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. આ આરોપો અંગે ટ્રમ્પે કહ્યું હતું કે, "મને લાગે છે કે તેમની પાસે આ મામલે કોઈ સ્પષ્ટતા હશે. આપણે તેમની વાત પણ સાંભળવી જોઈએ."

એશિયા પ્રવાસમાં હુઆંગને સાથે લઈ જશે ટ્રમ્પ?

ટ્રમ્પ આવતા અઠવાડિયે એશિયાના પ્રવાસે જવાના છે. આ પ્રવાસમાં Nvidiaના CEO જેન્સન હુઆંગને સાથે લઈ જવા અંગે તેમને સવાલ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું, "મને ખબર નથી, પરંતુ હું ચોક્કસ તેમને સાથે લઈ જઈશ." ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે Nvidia અને ચીન વચ્ચેના સંબંધો તથા અમેરિકાની ટેક્નોલોજી અને રાષ્ટ્રીય સુરક્ષાને લગતા મુદ્દા ચર્ચામાં છે.