Get The App

ભારતીય પાયલટના સન્માનમાં US એરફોર્સના પાયલટે દુબઈમાં શૉ કેન્સલ કર્યો, આયોજકોને ખખડાવ્યા

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
ભારતીય પાયલટના સન્માનમાં US એરફોર્સના પાયલટે દુબઈમાં શૉ કેન્સલ કર્યો, આયોજકોને ખખડાવ્યા 1 - image

Tejas Fighter Jet Crash: દુબઈમાં એર શૉ દરમિયાન તેજસ વિમાન ક્રેશ થયા પછી પણ શૉ ચાલુ રાખવા બદલ એક અમેરિકન પાયલટે આયોજકોને ખખડાવ્યા છે. દુબઈ એર શૉમાં ભાગ લઈ રહેલા પાયલટે કહ્યું કે, મારા માટે વિશ્વાસ કરવો ખૂબ મુશ્કેલ હતું કે, ક્રેશ થયાના થોડી જ વારમાં ત્યાં બધું નોર્મલ હતું. કોમેન્ટેટરનાં શબ્દોમાં પહેલા જેવો જ જોશ હતો અને લોકો એ જ ઉત્સાહથી તાળીઓ પાડી રહ્યા હતા. પરંતુ ત્યાં એક દુર્ઘટના ઘટી હતી. તેમણે કહ્યું કે, દુર્ઘટના પછી શો ચાલુ રાખવાનો નિર્ણય ચોંકાવનારો હતો.

ભારતીય પાયલટના સન્માનમાં US એરફોર્સના પાયલટે દુબઈમાં શૉ કેન્સલ કર્યો

અમેરિકન એરફોર્સના આ પાયલટનું નામ મેજર ટેલર ફેમા હિએસ્ટર છે. F-16માં હવામાં કરતબ બતાવનાર અમેરિકન એરફોર્સના ટીમ કમાન્ડરે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે, 'ટીમે પાયલટ નમાંશ, તેમના સાથીઓ અને તેના પરિવારના સન્માનમાં કેટલાક લોકો સાથે એર શોમાં પોતાનું અંતિમ પરફોર્મન્સ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો છે.'

ઘટના સ્થળનું કર્યું વર્ણન

ઘટના સ્થળનું વર્ણન કરતાં તેમણે લખ્યું કે, 'જ્યારે તેમણે આગ બુઝાવી દીધી અને મને એર શૉના આયોજકે જણાવ્યું કે, ફ્લાઇંગ ડિસ્પ્લે ચાલુ રહેશે, ત્યારે મેં નક્કી કર્યું કે, અમે શૉ કેન્સલ કરી દઈશું. હું 1-2 કલાક પછી શૉ સાઇટ એવું વિચારીને કે, ત્યાં બધું ખાલી થઈ ગયું હશે અને લોકો જતા રહ્યા હશે, પરંતુ એવું નહોતું.'

તેમણે આગળ કહ્યું કે, 'એનાઉન્સર હજુ પણ ઉત્સાહથી ભરેલો હતો, ભીડે આગામી ઘણા શો રુટીન ઉત્સાહથી જોયા અને જ્યારે શો સમાપ્ત થયો ત્યારે ફરી એનાઉન્સ કરવામાં આવ્યું કે, અમારા બધા પ્રાયોજકો, કલાકારોને અભિનંદન અને હવે આપણે 2027માં મળીશું.'

આયોજકો પર સવાલ ઉઠાવ્યા 

વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના મૃત્યુ બાદ પણ એર શૉ ચાલુ રાખવા બદલ આયોજકો પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, 'દુબઈ એર શૉના છેલ્લા દિવસે ઇન્ડિયન એરફોર્સના વિંગ કમાન્ડર નમાંશ સ્યાલ તેજસ સાથે એક્રોબેટિક ડેમો કરતી વખતે દુર્ઘટનાનો શિકાર બન્યા અને તેમનું મોત થઈ ગયું. અમારી ટીમ પણ અમારા વિમાન સાથે તૈયારી કરી રહી હતી. અમારે અમારો શૉ કરવાનો હતો.'

ભારતીય પાયલટના સન્માનમાં US એરફોર્સના પાયલટે દુબઈમાં શૉ કેન્સલ કર્યો, આયોજકોને ખખડાવ્યા 2 - image

તેમણે આગળ કહ્યું કે, 'જોકે શૉના આયોજકોએ દુર્ઘટના પછી પણ ફ્લાઇંગ શેડ્યુલ ચાલુ રાખવાનો નિર્ણય લીધો, પરંતુ અમારી ટીમ ઉપરાંત કેટલાક અન્ય લોકોએ અંતિમ પરફોર્મન્સ કેન્સલ કરવાનો નિર્ણય કર્યો, આ એ પાયલટ, તેમના સાથી અને તેમના પરિવારના સન્માનમાં લેવામાં આવેલો નિર્ણય હતો.'

શૉ ચાલુ રાખવા અંગે હિએસ્ટરે કહ્યું કે, 'મારા  માટે એ વિચારવું ખૂબ જ વિચિત્ર હતું કે તેમની ટીમ શૉ સાઇટ પરથી તેમના રોક એન્ડ રોલ ટેક વિના બહાર નીકળી રહી છે, જ્યારે આગામી પરફોર્મર પરફોર્મ કરવા માટે પોતાને તૈયાર કરી રહ્યો છે.'

અમેરિકન એરફોર્સના પાયલટ હિએસ્ટરે કહ્યું કે, 'લોકો હંમેશા એ જ કહે છે કે, The show must go on અને તે સાચું છે. પણ યાદ રાખો કે તમારા ગયા પછી પણ કોઈ આવું જ કહેશે.'

આ પણ વાંચો: તેજસ ક્રેશમાં શહીદ થયેલા નમાંશને પત્નીનું અંતિમ સેલ્યુટ, અંતિમ વિદાયના દૃશ્યો જોઈ ભાવુક થઈ જશો

નમાંશ સ્યાલના અંતિમ સંસ્કાર

આ વચ્ચે વિંગ કમાન્ડર નમાંશ સ્યાલના રવિવારે કાંગડા સ્થિત તેમના પૈતૃક ગામમાં સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નમાંશ સ્યાલના પિતા જગન્નાથ સ્યાલે કહ્યું કે, 'દેશે એક હોનહાર પાયલટ ગુમાવ્યો છે અને મેં એક યુવાન પુત્ર ગુમાવ્યો છે. તેના જીવનમાં ક્યારેય કંટાળાજનક ક્ષણ નહોતી આવી અને તેણે દરેક સ્પર્ધામાં ભાગ લીધો હતો.'