Get The App

ક્રૂડના ભાવમાં ઉછાળાથી ડાઉ જોન્સમાં 445 પોઈન્ટનું ગાબડું

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
ક્રૂડના ભાવમાં ઉછાળાથી ડાઉ જોન્સમાં 445 પોઈન્ટનું ગાબડું 1 - image

અમદાવાદ : ક્રૂડ ઓઇલના ભાવ ઝડપથી વધ્યા સહિતના અન્ય અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૪૫ પોઈન્ટનું ગાબડું નોંધાયું હતું.

વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ફ્યુચર્સ ૮૯ ડોલર પ્રતિ બેરલથી ઉપર ગયો હતો. જયારે બ્રેન્ટ ક્ડ ૯૧ ડોલર પ્રતિ બેરલથી ઉપર ટ્રેડ થતો હતો. કારણ કે રોકાણકારોએ યુએસ-ઈરાન યુદ્ધની વૈશ્વિક ઊર્જા પુરવઠા પરની અસરનું મૂલ્યાંકન કર્યું.  ટ્રમ્પે સોશિયલ પોસ્ટમાં કહ્યું હતું કે મધ્ય પૂર્વીય  દેશ તરફથી 'બિનશરતી શરણાગતિ' વિના યુએસ-ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે કોઈ સોદો થશે નહીં, આ અહેવાલો બાદ ક્રૂડના ભાવ દિવસના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા હતા.

આ ઉપરાંત, ફેબુ્રઆરીમાં નોનફાર્મ પેરોલ્સમાં ૯૨,૦૦૦નો ઘટાડો થયો હતો, જે જાન્યુઆરીથી તીવ્ર વિપરીત છે બેરોજગારી દર પણ ૪.૩% થી વધીને ૪.૪% થયો હતો.

આ અહેવાલો અને વૈશ્વિક અસ્થિરતાના અહેવાલો પાછળ આજે અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં ડાઉ જોન્સમાં ૪૪૫ પોઈન્ટ તુટીને ૪૭,૫૦૮ પર ઉતરી આવ્યો હતો. જયારે નાસ્ડેક કમ્પોઝિટમાં ૧૮૫ પોઈન્ટ તુટતા તે ૨૨,૫૬૩ પર ઉતરી આવ્યો હતો.