World

'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી

By GS Team
17 Jun 20262 mins read
TukuTouch Logo
મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની વાતો સામે આવી રહી હતી. બંને દેશો તરફથી એવા સંકેતો મળ્યા હતા કે, કરાર પર સહમતિ બની રહી છે. પરંતુ આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિવેદનથી દુનિયાને ચોંકાવી દીધી છે. ફ્રાન્સમાં ચાલી રહેલી G7 સમિટ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, 'ઈરાન સાથે હજુ MoU ફાઇનલ થયા નથી, જો ડીલમાં કંઈ પસંદ નહીં આવે તો અમેરિકા ફરી હુમલો કરશે'

Summarized by AI; it may make mistakes. Check important info

'ઈરાન સાથે ડીલ ફાઈનલ નથી, બધું બરાબર નહીં ચાલે તો ફરી બોમ્બ ઝીંકીશું...’ G7માં ટ્રમ્પની ધમકી

Donald Trump Warns Iran At G7 Summit : મિડલ ઈસ્ટમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરારની વાતો સામે આવી રહી હતી. બંને દેશો તરફથી એવા સંકેતો મળ્યા હતા કે, કરાર પર સહમતિ બની રહી છે. પરંતુ આ દરમિયાન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના નિવેદનથી દુનિયાને ચોંકાવી દીધી છે. ફ્રાન્સમાં ચાલી રહેલી G7 સમિટ દરમિયાન તેમણે સ્પષ્ટ કર્યું છે કે, 'ઈરાન સાથે હજુ MoU ફાઇનલ થયા નથી, જો ડીલમાં કંઈ પસંદ નહીં આવે તો અમેરિકા ફરી હુમલો કરશે'

ફરીથી હુમલો કરવાની આપી ધમકી

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં G7 સમિટમાં ભાગ લેવા ફ્રાન્સની મુલાકાતે છે. સમિટ દરમિયાન મીડિયા સાથે વાત કરતા તેમણે ઈરાન સાથેના સંભવિત કરાર પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું. તેમણે દાવો કર્યો કે, 'અમે ઈરાનમાં બધું જ નષ્ટ કરી દીધું છે. ઈરાન સાથેનો MoU હજુ ફાઇનલ નથી. જો આ ડીલમાં મને કંઈપણ પસંદ નહીં આવે, તો અમે ઈરાન પર ફરીથી હુમલો કરીશું.'

'એક-બે દિવસમાં ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ'

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, 'ઈરાન સાથેની ડીલ અંગે વિગતવાર વાત કરવામાં આવશે. વૈશ્વિક બજાર આ ઈરાન ડીલથી ઘણું ખુશ છે. વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતો હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) આગામી એક-બે દિવસમાં સંપૂર્ણપણે ખુલી જશે. આ માર્ગ અત્યારે પણ આંશિક રીતે ખુલ્લો જ છે, પરંતુ ટૂંક સમયમાં તે સામાન્ય થઈ જશે.' 

આ પણ વાંચો : ભારત માટે તાઇવાન હોર્મુઝ કરતાં પણ મોટું સંકટ બની શકે છે, સમજો નિષ્ણાતોની શંકા પાછળનું કારણ

મહત્વનું છે કે આ ડીલની અસરના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતો સતત ઘટી રહી છે. તેલના ભાવ ઘટવાથી લોકોની ખરીદશક્તિ પર સકારાત્મક અસર પડશે, અને કિંમતો યુદ્ધ પહેલાના સ્તર કરતા પણ નીચે જઈ શકે છે.