World

'ઈરાન સાથે બિનશરતી શરણાગતિ સિવાય કોઈ ડીલ નહીં થાય', યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું મોટુંનું નિવેદન

By GS TEAM
6 Mar 20262 mins read
TukuTouch Logo
ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન સાથે 'બિનશરતી શરણાગતિ' સિવાય અન્ય કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઈરાન સાથે બિનશરતી શરણાગતિ સિવાય કોઈ ડીલ નહીં થાય', યુદ્ધ વચ્ચે ટ્રમ્પનું મોટુંનું નિવેદન

US Iran Deal: ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા સૈન્ય અભિયાન અંગે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અત્યંત કડક વલણ અપનાવતા સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન સાથે 'બિનશરતી શરણાગતિ' સિવાય અન્ય કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં.

ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, ઈરાન સાથે બિનશરતી શરણાગતિ સિવાય કોઈ ડીલ નહીં થાય. એકવાર ઈરાન આ શરત સ્વીકારે અને ત્યાં એક 'મહાન અને સ્વીકાર્ય' નેતૃત્વની પસંદગી થાય, ત્યારબાદ અમેરિકા તેના સાથી દેશો સાથે મળીને ઈરાનને વિનાશના આરેથી બહાર લાવવા માટે અથાક પ્રયત્નો કરીશું.

“Make Iran Great Again” ટ્રમ્પના નારાથી દુનિયા ચોંકી

ઈરાનના ઉજ્જવળ ભવિષ્યનો વિશ્વાસ વ્યક્ત કરતાં ટ્રમ્પે કહ્યું કે, 'આ સહયોગ દ્વારા ઈરાનને આર્થિક રીતે પહેલા કરતાં વધુ મોટું, સારું અને મજબૂત બનાવવામાં આવશે. ઈરાનને ફરીથી મહાન બનાવો "Make Iran Great Again" (MIGA!). આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.' ટ્રમ્પના આ નિવેદનથી વૈશ્વિક રાજકારણમાં ફરી એકવાર ગરમાવો આવી ગયો છે, કારણ કે તેઓ ઈરાનમાં સંપૂર્ણ સત્તા પરિવર્તન અને ત્યારબાદ તેના નવનિર્માણની વાત કરી રહ્યા છે.


આ અગાઉ ટ્રમ્પે શું કહ્યું હતું?

ટ્રમ્પના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈઝરાયલના સૈન્ય દ્વારા કરવામાં આવેલા ભીષણ હુમલાઓને કારણે ઈરાનનું સૈન્ય અને આર્થિક માળખું ભાંગી પડ્યું છે, જેના પરિણામે તે હવે મંત્રણા માટે તૈયાર થયું છે. 2025 એમએલએસ ચેમ્પિયન ઇન્ટર મિયામી સીએફના સન્માનમાં આયોજિત એક કાર્યક્રમમાં ટ્રમ્પે આ ખુલાસો કરતાં કહ્યું હતું કે, 'ઈરાન હવે પોતે ફોન કરીને સમજૂતી માટે રસ્તો માંગી રહ્યું છે, પણ મેં તેમને સ્પષ્ટ કહી દીધું છે કે હવે ઘણું મોડું થઈ ગયું છે. અમેરિકા અને ઈઝરાયલ સંયુક્ત રીતે દુશ્મનની તાકાતને નિર્ધારિત સમય કરતાં વધુ ઝડપથી ખતમ કરી રહ્યા છે.'

તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની મિસાઇલ લોન્ચ સિસ્ટમ જેવી જ કાર્યરત થાય છે, તેની ચાર મિનિટની અંદર જ તેને નિશાન બનાવીને તબાહ કરી દેવામાં આવે છે. આ હુમલાઓમાં ઈરાનની વાયુ સેના અને એર ડિફેન્સ સિસ્ટમનો મોટો હિસ્સો નાશ પામ્યો છે. ટ્રમ્પના મતે, ઈરાનની 60% મિસાઇલ પ્રણાલી અને 64% લોન્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યાર સુધીમાં નેસ્તનાબૂદ થઈ ચૂક્યું છે.