World

ટ્રમ્પે કહ્યું,-'..હવે આગળ નહીં વધે સીઝફાયર', ઈરાન પર ફરી હુમલો કરવાની પેરવીમાં અમેરિકા

By GS TEAM
21 Apr 20261 min read
TukuTouch Logo
યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સીઝફાયર ખત્મ કરવાનું કાઉન્ટડાઈન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સંકેતો મળી રહ્યા છે કે, યુ.એસ. અને ઈરાન બંનેના ડેલિગેશન સીઝફાયરની વાટાઘાટો માટે પાકિસ્તાન જશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે કહ્યું,-'..હવે આગળ નહીં વધે સીઝફાયર', ઈરાન પર ફરી હુમલો કરવાની પેરવીમાં અમેરિકા

Donald Trump  On Iran Ceasefire: યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે સીઝફાયર ખત્મ કરવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન સંકેતો મળી રહ્યા છે કે, યુ.એસ. અને ઈરાન બંનેના ડેલિગેશન સીઝફાયરની વાટાઘાટો માટે પાકિસ્તાન જશે.

એક રિપોર્ટ મુજબ, બે અધિકારીએ ઓળખ ન બતાવવાની શરતે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન શાંતિ વાટાઘાટો માટે પાકિસ્તાન જશે. અમેરિકા અને ઈરાનની વાટાઘાટોના સમયની સાર્વજનિક રીતે પુષ્ટિ કરવામાં આવી છે, ત્યારે આ પ્રકારની જાણકારી સામે આવી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થી કરી રહેલા પાકિસ્તાનથી જોડાયેલા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, અમેરિકન ઉપરાષ્ટ્ર પ્રમુખ જેડી વેન્સ અને ઈરાનની સંસદના સ્પીકર ગલીબાફ બુધવારે સવારે ઇસ્લામાબાદ પહોંચશે અને પોતપોતાની ટીમની આગેવાની કરશે.

ટ્રમ્પે શું કહ્યું?

જ્યારે અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત કહ્યું કે, 'ઈરાન સાથે એક જબરદસ્ત ડીલ થવી જોઈએ.' તેમણે સીઝફાયર આગળ વધારવાની સંભાવનાને લઈને ઇન્કાર કર્યો છે.

આ પણ વાંચો: ઈસ્લામાબાદમાં વોન્ટેડ ગુનેગારની જેડી વેન્સ સાથે મુલાકાતથી ખળભળાટ, પાકિસ્તાનની દાનત પર ઉઠ્યા સવાલો

ટ્રમ્પે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, 'ઈરાન સાથે ડીલ કરવામાં અમે સફળ થઈશું. અમે ઈરાન સાથે વાટાઘાટો કરવા મજબૂત સ્થિતિમાં છીએ. અમારી પાસે વધુ સમય નથી, પરંતુ અમને સફળતા મળશે. હું નથી ઇચ્છતો કે સીઝફાયરને વધારવામાં આવે.'