US Israel Iran War: મિડિલ ઈસ્ટ જંગને લઈને અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે આજે 16 માર્ચ 2026 નવો દાવો કર્યો છે કે ઈરાનની સૈન્ય તાકાત હવે ખતમ થઈ ચુકી છે. તેમણે જણાવ્યું કે ઈરાનમાં 7000થી વધુ સૈન્ય ઠેકાણાઓ પર હુમલા કરવામાં આવ્યા છે. ટ્રમ્પે ફરી એકવાર ફરી એક વાર મદદનો રાગ અલાપતા કહ્યું કે, 'અમે ઈચ્છીએ છીએ કે ચીન અને જાપાન આગળ આવે અને આ મામલે અમારી મદદ કરે.'
એક્શન ઘણા વર્ષો પહેલા લેવાની જરૂરી હતી
અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો કે, 'ઈરાની સરકારને સમાપ્ત કરવા માટે અમારું શક્તિશાળી સૈન્ય અભિયાન છેલ્લા કેટલાક દિવસોથી પૂરી તાકાત સાથે ચાલુ છે. તેઓ લગભગ સંપૂર્ણપણે તબાહ થઈ ગયા છે. ઈરાનની વાયુસેના અને નૌકાદળ ખતમ થઈ ગયા છે. તેમના 100થી વધુ જહાજો અને અનેક વોરશિપ ડૂબાડી દેવામાં આવ્યા છે. એન્ટી એરક્રાફ્ટ સિસ્ટમ અને તેમનું રડાર નેટવર્ક નષ્ટ થઈ ગયું છે અને તેમના નેતાઓ પણ માર્યા ગયા છે. તેઓ 47 વર્ષોથી આતંક ફેલાવી રહ્યા હતા અને હવે તેમની સામે એક્શન લેવામાં આવી રહ્યા છે, જે ઘણા વર્ષો પહેલા લેવાની જરૂર હતી.'
તેલ ભંડાર પર હુમલો નથી કર્યો
ટ્રમ્પે આગળ જણાવ્યું કે, 'અમે ખાર્ગ દ્વીપ પર હુમલો કર્યો અને તેને સંપૂર્ણપણે નષ્ટ કરી દીધો. અમે દ્વીપ પરના તેલ ભંડાર વાળા વિસ્તારને છોડીને બાકીનું બધું જ તબાહ કરી દીધું છે. અમે પાઇપલાઇનો ત્યાં જ રહેવા દીધી છે. અમે આવું કરવા માંગતા ન હતા, પરંતુ અમારે તેમ કરવું પડ્યું. ભવિષ્યમાં તે દેશ (ઈરાન)ના પુનઃનિર્માણના ઉદ્દેશ્યથી મને લાગે છે કે અમે યોગ્ય કાર્ય કર્યું છે. હવે ઈરાન ફરી ક્યારેય મિસાઇલ અને ડ્રોન ક્ષમતા વધારી શકશે નહીં કારણ કે અમે તેને નષ્ટ કરી દીધી છે.'
કેટલાક દેશો મદદ માટે તૈયાર
'સ્ટેટ ઓફ હોર્મુઝને અમે અત્યારે ખૂબ જ સારી સ્થિતિમાં રાખ્યું છે. અમે ઈરાનને પહેલાથી જ કાબૂમાં કરી લીધું છે. કારણ કે આ એક સાંકડો વિસ્તાર છે, તેથી જ ઈરાન હંમેશાથી તેનો ઉપયોગ એક હથિયાર તરીકે કરતું આવ્યું છે. હવે તે લાંબા સમય સુધી આનો ઉપયોગ કરી શકશે નહીં. ઘણા દેશોએ મને જણાવ્યું છે કે તેઓ આ દિશામાં આગળ વધી રહ્યા છે. કેટલાક દેશો આ માટે ખૂબ જ ઉત્સાહિત છે અને કેટલાક એવા દેશો પણ છે જેમની આપણે વર્ષોથી મદદ કરી છે.'


