World

ટ્રમ્પે ફૂડ ટ્રકમાં છુપાઈને 'ગુપ્ત વિમાન'માં નીકળવું પડ્યું હતું! અમેરિકાના સિક્રેટ ઓપરેશનની વિગતો લીક

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
ઈરાનની ધમકીઓ વચ્ચે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા માટે મોટો ખુલાસો થયો છે. 8 જુલાઈના રોજ નાટો સમિટ માટે અંકારા ગયેલા ટ્રમ્પને ગુપ્ત રીતે એરપોર્ટના કેટરિંગ ટ્રકમાં બેસાડી સિક્રેટ મિલિટ્રી એરક્રાફ્ટ સુધી પહોંચાડાયા હતા. 'ધ વોશિંગ્ટન પોસ્ટ' મુજબ, ઈરાની પ્રોક્સી દળોના ખતરાને કારણે ટ્રમ્પે કેટરિંગ ટ્રકમાં છુપાઈને પ્લેન બદલ્યું હતું, જેથી દુશ્મનોને ગેરમાર્ગે દોરી શકાય.

Summarized by AI; it may make mistakes. Check important info

ટ્રમ્પે ફૂડ ટ્રકમાં છુપાઈને 'ગુપ્ત વિમાન'માં નીકળવું પડ્યું હતું! અમેરિકાના સિક્રેટ ઓપરેશનની વિગતો લીક

Trump used a catering truck to sneak off Air Force One amid Iranian threats | અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સુરક્ષા અને તેમની તુર્કીયે યાત્રાને લઈને એક અત્યંત ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે. ઈરાન તરફથી મળેલી જાનથી મારી નાખવાની ધમકીઓના કારણે ટ્રમ્પને ગુપ્ત રીતે એરપોર્ટના એક કેટરિંગ ટ્રકમાં બેસાડીને સિક્રેટ મિલિટ્રી એરક્રાફ્ટ સુધી પહોંચાડવા પડ્યા હતા.

'ધ વોશિંગ્ટન પોસ્ટ' અને 'ધ ન્યૂયોર્ક ટાઈમ્સ'ના અહેવાલો મુજબ, આ સમગ્ર 'ડિસેપ્શન ઓપરેશન' 8 જુલાઈના રોજ નાટો સમિટ માટે અંકારા ગયેલા ટ્રમ્પની સુરક્ષા માટે હાથ ધરવામાં આવ્યું હતું.

કેટરિંગ ટ્રકમાં છુપાઈને પ્લેન બદલ્યું: કેવી રીતે રમાયો માસ્ટરપ્લાન?

જાહેર કરાયેલા ઓફિશિયલ પ્લાન મુજબ, ટ્રમ્પને કતાર તરફથી મળેલા નવા બોઈંગ 747-8 પ્લેન અથવા જૂના 'એર ફોર્સ વન' થી બ્રિટન જવાનું હતું. પરંતુ, ઈરાનની સરહદ તુર્કીયેને અડીને આવેલી હોવાથી અને ઈરાન પ્રોક્સી દળો તરફથી મોટો ખતરો હોવાથી વ્હાઈટ હાઉસના સિક્યોરિટી ઓફિશિયલ્સે રસ્તો બદલ્યો હતો.

  1. ટ્રમ્પ અંકારામાં કેમેરાની સામે પોતાના જૂના 'એર ફોર્સ વન' પ્લેનમાં ચડ્યા હતા.
  2. પ્લેનમાં ગયા પછી મિનિટોમાં જ તેમને ગુપ્ત રીતે એરપોર્ટના એક કેટરિંગ ટ્રકમાં શિફ્ટ કરાયા, જે સામાન્ય રીતે ખોરાક અને સપ્લાય લોડ કરવા વપરાય છે.
  3. કેટરિંગ ટ્રક તેમને થોડે દૂર ઊભેલા નાના 'C-32A' મિલિટ્રી વિમાન સુધી લઈ ગયો.
  4. પત્રકારો અને વ્હાઈટ હાઉસના અન્ય સ્ટાફને જૂના 'એર ફોર્સ વન' માં જ રાખવામાં આવ્યા હતા, જેથી દુશ્મનોને એમ જ લાગે કે ટ્રમ્પ મુખ્ય પ્લેનમાં જ છે.

પત્રકારોને બારીઓના પડદા બંધ રાખવા આદેશ

જૂના 'એર ફોર્સ વન' માં બેઠેલા પત્રકારોને આખી ફ્લાઈટ દરમિયાન બારીના પડદા બંધ રાખવાની કડક સૂચના આપવામાં આવી હતી. પાછળથી જ્યારે પત્રકારોએ આ અંગે પૂછ્યું ત્યારે ટ્રમ્પે કટાક્ષમાં કહ્યું હતું કે, કદાચ તમે એક ખતરનાક ફ્લાઈટમાં મુસાફરી કરી રહ્યા હતા, પણ જો હું જઈશ તો તમે પણ જશો ને?

બ્રિટન લેન્ડિંગ અને વ્હાઈટ હાઉસનો ખુલાસો

ટ્રમ્પને લઈને નાનું C-32A પ્લેન રાત્રે આશરે 10:20 PM વાગ્યે બ્રિટનના RAF મિલ્ડનહોલ પર લેન્ડ થયું હતું. તેના થોડા સમય બાદ મીડિયાવાળું પ્લેન પહોંચ્યું, જ્યાં ટ્રમ્પને ફરીથી જૂના પ્લેનની સીડીઓ પરથી ઉતરતા અને મીડિયાને 'Peace Sign' બતાવતા શૂટ કરાયા હતા.

નોંધનીય છે કે વર્ષ 2000માં પણ પ્રમુખ બિલ ક્લિન્ટન માટે આવો જ પ્લાન કરાયો હતો, જ્યારે પાકિસ્તાન જતી વખતે મેઈન પ્લેનને ચકમો આપવા અનમાર્ક્ડ જેટનો ઉપયોગ કરાયો હતો.