Get The App

ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત, ટેરિફને યોગ્ય ગણાવતાં ફેડરલ કોર્ટે સ્ટે હટાવ્યો, જાણો શું તર્ક આપ્યો

Updated: May 30th, 2025

GS TEAM

Google News
Google News
ડોનાલ્ડ ટ્રમ્પને મોટી રાહત, ટેરિફને યોગ્ય ગણાવતાં ફેડરલ કોર્ટે સ્ટે હટાવ્યો, જાણો શું તર્ક આપ્યો 1 - image


Donald Trump: અમેરિકાની એક ફેડરલ અપીલ કોર્ટે ગુરૂવારે ડોનાલ્ડ ટ્રમ્પના મોટાભાગના ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કર્યો છે. એક દિવસ પહેલા જ યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટેરિફ પર રોક લગાવતા કહ્યું કે, પ્રમુખે પોતાની સત્તાધિકારથી ઉપરવટ જઈને આ નિર્ણયો લીધા છે. જોકે, બાદમાં ફેડરલ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન દ્વારા દાખલ કરવામાં આવેલા ઈમરજન્સી પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે, જેમાં તર્ક આપવામાં આવ્યો હતો કે, ટેરિફ હટાવવાથી દેશની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન થશે.  

ફેડરલ અપીલ કોર્ટે ટ્રેડ કોર્ટના નિર્ણયને અસ્થાયી રૂપે રોકવાની ટ્રમ્પ પ્રશાસનની વિનંતીને મંજૂરી આપતા એક સંક્ષિપ્ત આદેશ જારી કર્યો. જેમાં કહેવાયું કે, યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટના અગાઉના નિર્ણયો અને આદેશો હાલ સ્થગિત કરવામાં આવ્યા છે. અપીલ કોર્ટે તેના નિર્ણયની તરફેણમાં કોઈ અભિપ્રાય કે વિગતવાર તર્ક નથી આપ્યો, પરંતુ વાદીઓને 5 જૂન સુધી અને ટ્રમ્પ પ્રશાસનને 9 જૂન સુધીમાં જવાબ આપવાનો નિર્દેશ આપ્યો છે. અપીલ કોર્ટના આ નિર્ણયથી ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈમરજન્સી પાવર લૉ હેઠળ લાદવામાં આવેલા ટેરિફને અસ્થાયી રૂપે પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. જો કે, આ મુદ્દા પર વધુ કાયદાકીય કાર્યવાહી હજુ પણ ફેડરલ અપીલ કોર્ટમાં પેન્ડિંગ છે.

આ પણ વાંચોઃ ગાઝામાં યુદ્ધવિરામની પૂર્ણ સંભાવના, હમાસ પર સૌની નજર, નેતન્યાહૂએ કહ્યું- ટ્રમ્પનો પ્રસ્તાવ મંજૂર

યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે ટેરિફ પર લગાવી રોક

આ પહેલાં, યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની સત્તાથી ઉપર વટ જઈને ટેરિફ લાદ્યો છે.  ટ્રેડ કોર્ટે લિબરેશન ડેના દિવસ જાહેર કરાયેલા ટેરિફ અને કેનેડા, મેક્સિકો અને ચીનથી આયાત પર લાદવામાં આવેલા ટેરિફ સહિત મોટાભાગના ટેરિફને તાત્કાલિક રોકવાનો આદેશ આપ્યો હતો. આ દરમિયાન, વ્હાઇટ હાઉસના વેપાર સલાહકાર પીટર નાવારોએ ગુરૂવારે જણાવ્યું હતું કે, જો ટ્રમ્પ પ્રશાસન પોતાની વેપાર નીતિ સંબંધિત આ કાનૂની લડાઈ હારી જાય છે, તો પણ તે ટેરિફ લાદવાના અન્ય રસ્તાઓ પર વિચાર કરશે. વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતા, નાવારોએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોર્ટ દ્વારા મૂકવામાં આવેલા સ્ટેને કારણે યુએસ ટેરિફ હાલ અમલમાં છે અને ટ્રમ્પ પ્રશાસન વેપાર અને ટેરિફ અંગે અન્ય દેશો સાથે વાટાઘાટો કરી રહ્યું છે.

પોતાની શક્તિઓની ઉપરવટ જઈને લાદ્યો ટેરિફઃ કોર્ટ

જણાવી દઈએ કે, રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વેપાર નીતિ અંગે કોર્ટમાં ઘણા કેસ દાખલ કરવામાં આવ્યા છે, જેમાં એવું કહેવામાં આવ્યું છે કે તેમના દ્વારા લાગુ કરાયેલા 'લિબરેશન ડે' ટેરિફ તેમના સત્તાધિકાર બહારના છે અને તેમણે દેશની વેપાર નીતિને પોતાના અહંકાર માટે લડાઈ બનાવી દીધી છે. યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટના ત્રણ ન્યાયાધીશોની પેનલે 28 મેના રોજ ચુકાદો આપ્યો હતો કે ટ્રમ્પે 1977ના ઈન્ટરનેશનલ ઈમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)ને રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીને અને વિશ્વભરના લગભગ દરેક દેશમાંથી આયાત પર ટેરિફ લાદીને પોતાની સત્તાઓ ઓળંગી છે.

આ પણ વાંચોઃ મોહમ્મદ યુનુસના આરોપો પર ભારતે આપ્યો જવાબ, વિદેશ મંત્રાલયે કહ્યું-'તેઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે'

ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફથી દુનિયાભરના બજારમાં અસ્થિરતા

ડોનાલ્ડ ટ્રમ્પની અણધારી વેપાર નીતિઓએ વિશ્વભરના નાણાંકીય બજારોને અસ્થિર કર્યા છે, વેપારને અનિશ્ચિતતામાં ધકેલી દીધા છે અને ઊંચા ભાવ અને ધીમા આર્થિક વિકાસ અંગે ચિંતા ઊભી કરી છે. ટ્રમ્પ પ્રશાસને ગુરૂવારે ફેડરલ અપીલ કોર્ટમાં આંતરરાષ્ટ્રીય વેપાર અદાલતના નિર્ણયને પડકાર્યો હતો, એવી દલીલ કરી હતી કે, કોર્ટે કટોકટી કાયદો લાદવાના રાષ્ટ્ર પ્રમુખના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવવાનો કોઈ અધિકાર નથી. ટ્રમ્પના ટેરિફ લાદવાના નિર્ણયને સમર્થન આપવું જોઈએ કારણ કે, યુએસ ઈન્ટરનેશનલ ટ્રેડ કોર્ટે દાયકાઓ પહેલા ભૂતપૂર્વ પ્રમુખ રિચાર્ડ નિક્સનને સમાન કાયદા હેઠળ કટોકટીના ધોરણે ટેરિફ લાદવાની મંજૂરી આપી હતી.

Tags :