Get The App

મોહમ્મદ યુનુસના આરોપો પર ભારતે આપ્યો જવાબ, વિદેશ મંત્રાલયે કહ્યું-'તેઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે'

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
મોહમ્મદ યુનુસના આરોપો પર ભારતે આપ્યો જવાબ, વિદેશ મંત્રાલયે કહ્યું-'તેઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે' 1 - image


Randhir Jaiswal On  Muhammad Yunus : ભારત બાંગ્લાદેશને અસ્થિર કરવાની કોશિશ કરી રહ્યું હોવાના મોહમ્મદ યુનુસના દાવાને લઈને વિદેશ મંત્રાલય ખુલાસો કર્યો છે. ગુરુવારે (29 મે) મીડિયા બ્રિફિંગમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, 'બાંગ્લાદેશ દ્વારા ભારત પર લગાવેલા આરોપો મુખ્ય મુદ્દામાંથી ધ્યાન ભટકાવવાની કોશિશ છે. જ્યાં સુધી ત્યાની સરકારનો સવાલ છે, તો કાયદો વ્યવસ્થા અને શાસન સંબંધિત બાબતોને સંભાળની શકતા ન હોવાથી તેઓ આ પ્રકારના આરોપ લગાવી રહ્યા છે.'

'તેઓ પોતાની જવાબદારી માંથી ભાગી રહ્યા છે'

મોહમ્મદ યુનુસ પર નિશાનો સાધતા વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, 'જો આવી સ્થિતિમાં કોઈ બીજા દ્વારા દેશની પરિસ્થિતિને લઈને આરોપ લગાવવામાં આવી છે. તો ત્યારે તેઓ યોગ્ય મુદ્ધાથી ધ્યાન ભટકાવા આવું કરી રહ્યા હોવાનું જણાય છે. અન્ય દેશ પર બનાવટી આરોપ લગાવવાથી તેમની સમસ્યાનું નિરાકરણ આવતું થતું નથી. એવું લાગે છે કે, તેઓ પોતાની જવાબદારી માંથી ભાગી રહ્યા છે. યુનુસના પ્રેસ સચિવે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, બાંગ્લાદેશને આંતરિક અને બાહ્ય બંને બાજુથી અસ્થિર કરવાના અવિરત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે.'

આ પણ વાંચો: બાંગ્લાદેશમાં હજારોની ભીડ રસ્તા પર ઉતરતાં યુનુસ સરકારની ચિંતા વધી, ફાસીવાદ ખતમ કરવા નારેબાજી

મોહમ્મદ યુનુસે નાગરિક એક્તા પાર્ટીના અધ્યક્ષ મહમુદુર રહમાન મન્ના સાથે કરેલી મુલાકાતમાં કથિત રહીતે દાવો કર્યો હતો કે, બાંગ્લાદેશમાં ભારતીય વર્ચસ્વ પાછું મેળવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે, ભારત બાંગ્લાદેશમાં થયેલા ફેરફારોને સ્વીકારી શકતું નથી. યુનુસના મતે, બાંગ્લાદેશ હવે યુદ્ધ જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે. જ્યારે રણધીર જયસ્વાલે કહ્યું કે, 'બાંગ્લાદેશમાં ટૂંક સમયમાં સમાવિષ્ટ, મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજવી જોઈએ જેથી તેના લોકોની ઇચ્છા અને આદેશ જાણી શકાય.'

Tags :