Get The App

ગાઝામાં યુદ્ધવિરામની પૂર્ણ સંભાવના, હમાસ પર સૌની નજર, નેતન્યાહૂએ કહ્યું- ટ્રમ્પનો પ્રસ્તાવ મંજૂર

Updated: May 29th, 2025

GS TEAM

Google News
Google News
ગાઝામાં યુદ્ધવિરામની પૂર્ણ સંભાવના, હમાસ પર સૌની નજર, નેતન્યાહૂએ કહ્યું- ટ્રમ્પનો પ્રસ્તાવ મંજૂર 1 - image


Benjamin Netanyahu On Ceasefire in Gaza : ગાઝામાં યુદ્ધવિરામની પૂર્ણ સંભાવના છે, ત્યારે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે, તેમની સરકારે અમેરિકાના મધ્ય-પૂર્વ શાંતિ દૂત સ્ટીવ વિટકોફ દ્વારા કરાયેલા નવા યુદ્ધવિરામના પ્રસ્તાવનો સ્વીકાર કર્યો છે. જ્યારે પેલેસ્ટિનિયન સંગઠન હમાસે પુષ્ટિ આપી છે કે, તેમને મધ્યસ્થી દ્વારા આ નવો પ્રસ્તાવ મળ્યો છે અને તેઓ તેના પર ગંભીરતાથી વિચાર કરી રહ્યા છે.

મળતી માહિતી મુજબ, અમેરિકાના દૂત સ્ટીવ વિટકોફે બુધવારે વોશિન્ગટનમાં કહ્યું હતુ કે, 'આપણે અસ્થાયી યુદ્ધવિરામ અને લાંબા ગાળાના શાંતિપૂર્ણ ઉકેલ લાવવાની દિશામાં આગળ વધી શકીએ છીએ, તેને લઈને મને ખુબ સારી લાગણી અનુભવાય છે.'

શું છે સ્ટીવ વિટકોફનો યુદ્ધવિરામનો પ્રસ્તાવ?

તમને જણાવી દઈએ કે, આ પ્રસ્તાવ હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ મીડિયા અહેવાલ મુજબ નીચે પ્રમાણ મુદ્દાને પ્રસ્તાવમાં ધ્યાને લીધા હોવાની શક્યતા છે. 

- આ યોજના 60 દિવસના યુદ્ધવિરામ માટે છે, જેમાં બંને પક્ષો લડાઈ બંધ કરશે.

- આ સમય દરમિયાન ગંભીર વાટાઘાટોની ગેરંટી આપવામાં આવી છે કે કાયમી યુદ્ધવિરામ થાય.

- ખાતરી પણ આપવામાં આવે છે કે બંધકોને મુક્ત કર્યા પછી ઇઝરાયલ લશ્કરી કાર્યવાહી ફરી શરૂ કરશે નહીં, જેમ કે તેણે માર્ચમાં કર્યું હતું.

- ઇઝરાયલી દળો પ્રથમ યુદ્ધવિરામ દરમિયાન તેમના સ્થાનો પર પાછા ફરશે.

- હમાસ 60 દિવસના સમયગાળા દરમિયાન 10 જીવંત બંધકો અને કેટલાક મૃતદેહોને મુક્ત કરશે. બદલામાં ઇઝરાયલ 1,100 થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરશે, જેમાં 100 એવા લોકોનો સમાવેશ થાય છે જેઓ લાંબા સમયથી જેલમાં છે અને ઘાતક હુમલાઓ માટે દોષિત ઠેરવવામાં આવ્યા છે.

ઇઝરાયલનું વલણ

ઇઝરાયલી નેતૃત્વએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું છે કે, તેનો ઉદ્દેશ્ય ગાઝા પટ્ટી પર નિયંત્રણ સ્થાપિત કરવાનો અને કાં તો હમાસને ગાઝામાંથી નાશ કરવાનો, નિઃશસ્ત્ર કરવાનો અથવા હાંકી કાઢવાનો છે. આ સાથે તે 7 ઓક્ટોબર 2023ના રોજ થયેલા હુમલા દરમિયાન પકડાયેલા બાકીના 58 બંધકોની પરત ફરવાની ખાતરી કરવા માંગે છે.

આ પણ વાંચો: મોહમ્મદ યુનુસના આરોપો પર ભારતે આપ્યો જવાબ, વિદેશ મંત્રાલયે કહ્યું-'તેઓ પોતાની જવાબદારીથી ભાગી રહ્યા છે'

નોંધનીય છે કે, હમાસના નેતૃત્વ હેઠળના આતંકવાદીઓએ તે હુમલામાં લગભગ 1,200 લોકોની હત્યા કરી હતી. માર્યા ગયા હતા. જેમાંથી મોટાભાગના નાગરિકો હતા, અને 251 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. જેના જવાબમાં ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ઇઝરાયલના અભિયાનમાં અત્યાર સુધીમાં 54,000 થી વધુ પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે, જેમાં નાગરિકો અને લડવૈયાઓ બંનેનો સમાવેશ થાય છે.

Tags :