BIG NEWS: આજે ટ્રમ્પ અમેરિકાના ઈતિહાસની સૌથી મોટી જાહેરાત કરશે, અગાઉ જ આપ્યા હતા સંકેત
Donald Trump Big Announcement: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે કોઈ મોટી જાહેરાત કરવાના છે, જે અમેરિકાના ઈતિહાસનો સૌથી મોટો નિર્ણય હશે તેવું માનવામાં આવી રહ્યું છે. આ નિર્ણય તબીબી ક્ષેત્ર સાથે સંબંધિત છે. રવિવારે આ મુદ્દા પર સંકેત આપતા તેમણે કહ્યું કે, 'સોમવારે તેઓ અમેરિકન ઇતિહાસમાં સૌથી મોટી તબીબી જાહેરાત કરવા જઈ રહ્યા છે. મને લાગે છે કે આપણે ઓટીઝમનો ઉકેલ શોધી કાઢ્યો છે.'
ટ્રમ્પ વહીવટીતંત્રના બે અધિકારીઓને ટાંકીને મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે, રાષ્ટ્રપતિ જાહેરાત કરવાની યોજના ધરાવે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ટાયલેનોલનો ઉપયોગ ઓટીઝમનું જોખમ વધારી શકે છે અને સગર્ભા સ્ત્રીઓને ઉચ્ચ તાવ માટે ફક્ત ટાયલેનોલ અથવા સામાન્ય એસીટામિનોફેનનો ઉપયોગ કરવાની સલાહ આપશે. પેરાસીટામોલ એક ઓવર-ધ-કાઉન્ટર (OTC) પીડા નિવારક છે જેનો સક્રિય ઘટક એસીટામિનોફેન છે. તેને ટાયલેનોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.