Get The App

અમેરિકાએ હોર્મુઝ-સ્ટ્રેઇટ્સમાં સેના ઉતારી ? આ દાવો કરવો અમેરિકાને જ ભારે પડયો

Updated: Mar 11th, 2026

GS TEAM

Google News
Google News
અમેરિકાએ હોર્મુઝ-સ્ટ્રેઇટ્સમાં સેના ઉતારી ? આ દાવો કરવો અમેરિકાને જ ભારે પડયો 1 - image

- અમેરિકાના આ દાવા સાથે વિશ્વ બજારમાં તેલની કિંમત ઘટવા લાગી, આ સામે ઈરાને કહી દીધું : અમેરિકામાં હિંમત જ નથી કે તે હોર્મુઝમાં સેના મોકલે

નવી દિલ્હી : ઈરાન-અમેરિકા- ઇઝરાયલ યુદ્ધ સમગ્ર મધ્ય પૂર્વમાં પ્રસરી ગયું છે. તેમની કિંમત સળગી રહી છે. કારણ કે વૈશ્વિક તેલ વ્યાપારનું હોર્મુઝે મહત્વનું એક પોસ્ટ છે. અહીંથી જ દુનિયાની જરૂરિયાતનું ૨૦ ટકા તેલ બહાર (સમુદ્રમાં) આપે છે. ઈરાને કહ્યું છે કે તેના દુશ્મનોને એક લીટર પણ તેલ મોકલવાની રજા આપશે નહીં. સાથે વૈશ્વિક અર્થતંત્રમાં  ખળભળાટ થઈ ગયો છે.

દરમિયાન અમેરિકાના ઊર્જા સચિવ ક્રિસ રાઇટે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, અમેરિકાએ હોર્મુઝ-સ્ટ્રેઇટ્સમાંથી નીકળતા તેના તેલ વાહક જહાજને સુરક્ષા કવચ આપ્યું હતું. આ સાથે તેમની વૈશ્વિક કિંમત ઘટવા લાગી હતી. આ સાથે અમેરિકી સરકારે સ્પષ્ટતા પણ કરી કે, અમેરિકાએ કોઇ ઓઇલ ટેન્કરને એસ્કોર્ટ નથી કર્યું. (સંરક્ષણ કવચ પુરું પાડયું નથી.)

બીજી તરફ ઇરાને હુંકાર કરતાં કહી દીધું કે અમેરિકામાં એટલી હિંમત જ નથી કે તે હોર્મુઝમાં સેના મોકલે તેટલી અમેરિકામાં હિંમત જ નથી.

ક્રિસ રાઇટે ઠ પોસ્ટ પર લખ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન વિરૂધ્ધ સૈન્ય અભિયાન દરમિયાન વૈશ્વિક ઊર્જા સ્થિરતા જાળવવા એક ઓઇલ ટેન્કરને સ્ટેઇટસ ઓફ હોર્મુઝમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવા માટે નૌકાદળમાં જહાજો દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ પછીથી તેમણે તે પોસ્ટ ડીલિટ કરી નાંખી.