કોપનહેગન,૧૦ ફેબુ્આરી,૨૦૨૬,મંગળવાર
૧૦ ફેબુ્આરીના રોજ બહાર પાડવામાં આવેલા ભ્રષ્ટાચાર ધારણા સૂચકાંક મુજબ દુનિયામાં સ્થાપિત લોકતંત્ર અને પશ્ચિમી દેશ જે એક સમયે ઇમાનદારીનું ઉદાહરણ ગણાતા હતા. હવે તે ભ્રષ્ટાચારના ખાડામાં લપસતા જણાય છે. ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલના ૩૧માં સંસ્કરણમાં ૧૮૦ થી વધુ દેશોની ભ્રષ્ટાચારના આધારે રેન્કિંગ આપવામાં આવ્યું છે. આ અહેવાલમાં અમેરિકા, કેનેડા, બ્રિટન અને સ્વીડન જેવા દેશો લાંબા સમયથી સારું પ્રદર્શન કરતા હતા તેમના રેટિંગમાં ઘટાડો થયો છે.
અમેરિકાનું રેન્કિંગ ઘટીને ૬૪ થયું છે જે અમેરિકામાં પણ ભ્રષ્ટાચાર વધતો જતો હોવાનું ચિન્હિત કરે છે. ભારતના રેન્કિંગમાં થોડો સુધારો થયો છે. ભારત દુનિયાના ૧૮૦ દેશોના રેન્કિંગમાં ૯૧માં સ્થાને છે. ૨૦૨૫માં ૮૦ થી વધુનું રેન્કિંગ ધરાવતા દેશોની સંખ્યા ૧૨ હતી જે ઘટીને ૫ થઇ છે. ડેનમાર્કે સતત આઠ વર્ષથી ૮૯ સ્કોર સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. ત્યાર પછી ૮૮ રેન્કિંગ સાથે ફિનલેન્ડ અને ૮૪ રેન્કિંગ સાથે સિંગાપુર પ્રમાણિક દેશોમા સ્થાન ધરાવે છે. ન્યૂઝીલેન્ડ અને નોર્વે સંયુકત રીતે ચોથી જયારે સ્વીડન અને સ્વિત્ઝર્લેન્ડ ૬ ઠુ સ્થાન ધરાવે છે. લકઝમબર્ગ અને નેધરલેન્ડ સંયુકત રીતે ૮ મું જયારે જર્મની અને આઇસલેન્ડ ૧૦ મું સ્થાન ધરાવે છે.


