World

સ્માર્ટફોનથી દૂર થવા મ્યુઝિક પ્લેયર, ડિજિટલ કેમેરાની માંગમાં ઉછાળો

By GS Team
6 Sep 20262 mins read
TukuTouch Logo
કેલિફોર્નિયામાં "વન વર્ક, વન ગેજેટ" નો નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. લોકો મોબાઈલ સ્ક્રીન ટાઈમની 6 કલાકની વૈશ્વિક સરેરાશ ઘટાડવા જૂના ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. યુવાનોમાં રેટ્રો ટેકનોલોજી, ડમ્બફોન, આઈપોડ, વોકમેન, ડિજિટલ કેમેરા અને ડિજિટલ નોટબુક્સ ફરી લોકપ્રિય બન્યા છે. સવારે એલાર્મ બંધ કર્યા બાદ સોશિયલ મીડિયાથી બચવા ઘણા લોકો સાદી એલાર્મ ક્લોક વાપરી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

સ્માર્ટફોનથી દૂર થવા મ્યુઝિક પ્લેયર, ડિજિટલ કેમેરાની માંગમાં ઉછાળો
  • 'વન વર્ક, વન ગેજેટ'નો નવો ટ્રેન્ડ
  • છ કલાકનો એવરેજ મોબાઈલ સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે ડિજિટલ નોટબુક, એલાર્મ જેવા અવનવા કીમિયા

કેલિફોર્નિયા : સ્માર્ટફોને દુનિયાને એક જ ગેજેટમાં સમાવી દીધી છે. ફોન હવે વાતચીતનું સાધન ન રહીને કેમેરા, મ્યુઝિક પ્લેયર, ઘડિયાળ, મેપ, બેંક, સોશિયલ મીડિયા, ગેમ્સનું કામ કરી રહ્યા છે ત્યારે, વિશ્વભરમાં સ્ક્રીન ટાઈમમાં વધારો થયો છે. મોબાઈલ સ્ક્રીન ટાઈમની ગ્લોબલ એવરેજ છ કલાક પહોંચી છે. આ વચ્ચે સ્ક્રીન ટાઈમ ઘટાડવાના ભાગરૂપે અનેક યુઝર્સ જૂના ગેજેટ્સ તરફ વળ્યા છે.
અહેવાલ મુજબ, યુવાનોમાં રેટ્રો ટેકનોલોજી અને ડમ્બફોન પ્રત્યે રસ વધ્યો છે. આઈપોડ કે વોકમેન સાથે વાયર્ડ હેડફોન્સ, જૂના ડિજિટલ કેમેરા જેવી ટેકનોલોજી ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બની છે. આ ટ્રેન્ડનું સૌથી ગજબનું ઉદાહરણ એલાર્મ ક્લોક છે. ફોનમાં એલાર્મ મૂકીને સૂતા લોકો સવારે એલાર્મ બંધ કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ, ન્યૂઝ કે ઈમેઈલમાં ફસાઈ જતા ફોનને બેડરૂમથી દૂર રાખીને સાદી એલાર્મ ક્લોકનો ઉપયોગ કરતા થયા છે. સ્માર્ટફોનના કેમેરા ખૂબ જ સારા હોવા છતાં ડિજિટલ કેમેરાની માંગમાં વધારો થયો છે. અલગ ડિજિટલ કેમેરા હાથમાં હોવાથી કેમેરા સ્કીલ પર વધુ ધ્યાન રહે છે. બીજી તરફ, ફોનમાં નોટ્સ લખવાની જગ્યાએ ડિજિટલ નોટબુક્સની માંગમાં વધારો થયો છે. તેમાં પણ એવી નોટબુક્સ વધુ પોપ્યુલર છે જે કાગળ પર લખવા જેવો અનુભવ આપે છે. સ્પોટીફાઈ કે અન્ય કોઈ મ્યુઝિક સ્ટ્રીમિંગ એપ ખોલતા અન્ય એપ્સ પણ સામે આવી જાય છે. તેના બદલે ઘણા વોકમેન, આઈપોડ તરફ વળ્યા છે.