દિલ્હી દુનિયાનું બીજું સૌથી પ્રદૂષિત શહેર, લાહોર નંબર-1, AQI ખતરનાક શ્રેણીમાં પ્રવેશ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

World Polluted City | વિશ્વભરમાં હવે પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી રહ્યું છે. આ દરમિયાન એક અહેવાલે દિલ્હીવાસીઓની ઊંઘ ઊડાડી દીધી છે. પ્રદૂષણ મામલે દિલ્હી હવે ટોપ-3 દેશોમાં બીજા ક્રમે પહોંચી ગયું છે. જ્યારે લાહોરે પ્રદૂષણમાં દિલ્હીને પાછળ છોડી દીધું છે અને તે દુનિયાનું સૌથી પ્રદૂષિત શહેર બની ગયું છે. પાકિસ્તાનનું લાહોર શહેર શુક્રવારે એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 344 પર પહોંચી જતાં વૈશ્વિક રેન્કિંગમાં મોખરે આવ્યું છે. સ્વિસ વેબસાઇટ IGAir ના આંકડા મુજબ લાહોરની હવામાં PM 2.5 ની માત્રા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની ગાઇડલાઇન કરતાં 57 ગણી વધુ નોંધાઈ છે, જે કેન્સરકારક અને સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી છે.
આ લિસ્ટમાં ભારતની રાજધાની દિલ્હી બીજા ક્રમે છે. શુક્રવારે સવારે દિલ્હીનો AQI 244 નોંધાયો હતો જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક શ્રેણીમાં આવે છે, જો કે બપોર સુધીમાં તે ઘટીને 183 પર પહોંચ્યો હતો. આ ગંભીર સ્થિતિને જોતા ડોક્ટરોએ નાગરિકોને સ્વાસ્થ્ય સંરક્ષણ માટે માસ્ક પહેરવાની કડક સલાહ આપી છે. ટોપ 3 માં ભારતના બે રાજ્યો હોવાથી એક રીતે ચિંતા વધી ગઇ છે.
પ્રદૂષિત શહેરોની આ યાદીમાં કોલકાતા ત્રીજા સ્થાને અને મુંબઈ છઠ્ઠા સ્થાને નોંધાયા છે. બપોરના આંકડાઓ પ્રમાણે કોલકાતાનો AQI 173 જ્યારે મુંબઈનો AQI 162 રહ્યો હતો. આ ઉપરાંત સેનેગલનું ડકાર ચોથા અને મલેશિયાનું કુઆલાલંપુર પાંચમા સ્થાન પર જોવા મળ્યા હતા, જ્યારે બાંગ્લાદેશની રાજધાની ઢાકા દસમા ક્રમે રહી હતી.




