World

બ્રિટનમાં 25 ઑક્ટોબરે ઘડિયાળ 1 કલાક પાછળ થશે! રાત્રે 2 વાગ્યે ફરી વાગશે 1, જાણો રસપ્રદ કારણ

By GS Team
24 Oct 20262 mins read
TukuTouch Logo
બ્રિટનમાં 25 ઑક્ટોબર, 2026ના રોજ રાત્રે 2 વાગ્યે ઘડિયાળનો સમય 1 કલાક પાછળ ખસી જશે. આ સાથે 'બ્રિટિશ સમર ટાઇમ' સમાપ્ત થઈને દેશ ફરી 'ગ્રીનવિચ મીન ટાઇમ' પર આવશે. આ ફેરફારથી નાગરિકોને તે રાત્રે 1 કલાક વધુ ઊંઘ મળશે. ઋતુઓ પ્રમાણે દિવસ-રાતના સમયગાળાને અનુકૂળ બનાવવા આ વ્યવસ્થા વર્ષમાં બે વાર થાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રિટનમાં 25 ઑક્ટોબરે ઘડિયાળ 1 કલાક પાછળ થશે! રાત્રે 2 વાગ્યે ફરી વાગશે 1, જાણો રસપ્રદ કારણ

UK Summer Time Clock Change : બ્રિટનમાં રવિવાર, 25 ઑક્ટોબર 2026ના રોજ સમય એક કલાક પાછળ ખસી જશે. રાત્રે જ્યારે ઘડિયાળમાં બરાબર 2 વાગશે ત્યારે સમય બદલાઈને ફરી 1 વાગી જશે. આ ફેરફાર સાથે જ ઉનાળા દરમિયાન લાગુ રહેતો 'બ્રિટિશ સમર ટાઇમ' (BST) ખતમ થઈ જશે અને દેશ ફરી 'ગ્રીનવિચ મીન ટાઇમ' (GMT) પર આવી જશે. આ વ્યવસ્થાના કારણે બ્રિટનના નાગરિકોને તે રાત્રે ઊંઘવા કે આરામ કરવા માટે વધારાનો 1 કલાક મળશે.

બ્રિટનમાં વર્ષમાં બે વખત સમય બદલવાનું કારણ

બ્રિટનમાં વર્ષમાં બે વખત ઘડિયાળનો સમય બદલવામાં આવે છે. ત્યાં ઋતુઓ પ્રમાણે દિવસ અને રાતના સમયગાળામાં મોટો તફાવત જોવા મળે છે. ઉનાળામાં દિવસ લાંબા હોવાથી સાંજે કુદરતી અજવાળાનો વધુ લાભ મળે તે હેતુથી ઘડિયાળ 1 કલાક આગળ કરવામાં આવે છે. જ્યારે શિયાળાની શરૂઆતમાં એટલે કે ઓક્ટોબરના અંતિમ રવિવારે ઘડિયાળ 1 કલાક પાછળ ફેરવી દેવામાં આવે છે, જેથી લોકોને સવારે વહેલો સૂર્યપ્રકાશ મળી રહે. સમય બદલવાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોની દિનચર્યાને કુદરતી પ્રકાશ સાથે સુસંગત બનાવવાનો છે.

દિનચર્યા પર થશે સીધી અસર

આ ફેરફાર બાદ બ્રિટનમાં સવારે વહેલું અજવાળું થશે, પરંતુ સાંજ વહેલી ઢળી જશે અને ઝડપથી અંધારું છવાઈ જશે. આ બદલાવને લીધે સાંજે ઑફિસેથી પરત ફરતા કે બહાર નીકળતા લોકોની રોજિંદી પ્રવૃત્તિઓ પ્રભાવિત થશે. સ્માર્ટફોન, લેપટોપ અને ડિજિટલ ઉપકરણોમાં સમય આપમેળે અપડેટ થઈ જશે, જ્યારે કાંડા ઘડિયાળ અને દીવાલ ઘડિયાળ જેવી એનાલોગ ઘડિયાળોમાં સમય મેન્યુઅલી 1 કલાક પાછળ કરવો પડશે.