- વૈશ્વિક ધોરણે પાંચ ટકા કર્મચારીઓ અસરગ્રસ્ત
- એઆઈ ડેટા સેન્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં માંગ વધી : કંપનીને 1 અબજ ડોલરથી વધુના ઓર્ડર મળ્યા
ન્યૂ યોર્ક: અમેરિકાની ટેકનોલોજી કંપની સિસ્કોએ લગભગ ૪,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાની જાહેરાત કરી છે. કંપની હવે એઆઈ, સાયબર સિક્યોરિટી અને સિલિકોન ટેકનોલોજી બિઝનેસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
આ સાથે જ કંપનીએ પોતાના વાષક આવકના અંદાજમાં પણ વધારો કર્યો છે. એઆઈ ડેટા સેન્ટર અને નેટવકગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની વધતી માંગને કારણે સિસ્કોને વધુ ઓર્ડર મળી રહ્યા છે. કંપનીને આ નાણાકીય વર્ષ દરમિયાન એઆઈ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં ૧ અબજ ડોલરથી વધુના ઓર્ડર મળ્યા છે.
કંપની પોતાના પરંપરાગત બિઝનેસમાંથી ખર્ચ ઘટાડીને એઆઈ આધારિત પ્રોજેક્ટ્સમાં વધુ રોકાણ કરવા માગે છે.
આ છટણી કંપનીના કુલ વૈશ્વિક કર્મચારીઓના લગભગ ૫ ટકા જેટલી છે. સિસ્કોના સીઈઓ ચક રોબિન્સે જણાવ્યું કે, એઆઈના યુગમાં ટેકનોલોજી કંપનીઓએ મુશ્કેલ નિર્ણયો લેવા પડી રહ્યા છે.


