Get The App

ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો

Updated: May 8th, 2026

GS TEAM

Google News
Google News
ઇરાન અને ચીનના વિદેશ મંત્રીઓ મળવાના હતા તે પહેલાં જ હોર્મુઝમાં ચીની ટેન્કર પર હુમલો 1 - image

- મહાબળ ચીન આગબબુલ બની રહ્યું છે

- ચીની વિદેશ મંત્રાલયે જણાવ્યું કે ચીની ક્રૂ લઇ જતા ઑઇલ ટેન્કર ઉપર હુમલો થયો છે : મ.પૂ.માં ચાલતા સંઘર્ષને લીધે પ્રભાવિત જહાજો અંગે ચીને ચિંતા દર્શાવી

બૈજિંગ : ચીનનાં વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે કે ચીની ક્રૂને લઇ જતાં, એક ઓઇલ ટેન્ડર ઉપર હુમલો થયો છે. આ સાથે મધ્યપૂર્વમાં આવી રહેલા સંઘર્ષને લીધે પ્રભાવિત જહાજો અને તેના ક્રૂ માટે ચિંતા પણ દર્શાવી છે.

સૌથી વધુ ચિંતાજનક બાબત તો તે છે કે આ સ્ટ્રેઇટ્સમાં ફરી એકવાર યુદ્ધ જેવી પરિસ્થિતિ ઉપસ્થિત થઇ છે. અમેરિકા ઇરાન વચ્ચે સંઘર્ષ થઇ ગયો છે. યુ.એસ. નેવીની ત્રણ ડીસ્ટ્રોયર્સ હોર્મુઝ સ્ટ્રેઇટસમાંથી પસાર થતી હતી ત્યારે તે ઇરાનના હુમલાની લપેટમાં આવી ગઈ. બંને તરફથી ભારે ગોળીબારી પણ થઇ હતી. અમેરિકાએ જવાબી કાર્યવાહીમાં ઇરાનનાં બંદરો અને ટાપુઓ ઉપર હુમલા કર્યા છે. તેવામાં મહાબળ ચીનનાં ટેન્કર ઉપર પણ નીશાન બનાવી હુમલો કરાતાં ચીન ભડકી ઊઠયું છે.

ચીનનાં વિદેશ મંત્રાલયે પુષ્ટી કરી છે કે ચીની ક્રૂઝે લઇ જતાં એક તેલ ટેન્કર ઉપર હોર્મુઝ સ્ટેઇટ્સમાં હુમલો થયો હતો. આ સાથે બૈજિંગ મધ્યપૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અંગે ઘેરી ચિંતા પણ દર્શાવી છે. ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા બિન જીચાને પત્રકારોને કહ્યું હતું કે તે જહાજ ઉપરથી ચીની નાગરિકો પણ હતા. જો કે હજી તેથી કોઈને ઇજાઓ થઇ હોવાનું જાણવા મળ્યું નથી. ચીની મીડીયાએ જણાવ્યું હતું કે સોમવારે હોર્મુઝ સ્ટ્રેઇટસ પાસેથી પસાર થતાં ચાયના ઑનર એન્ડ ક્રૂ તેમ મોટા અક્ષરે લખેલાં ઑઇલ ટેન્કર ઉપર સોમવારે હુમલો થયો હતો.

તે સર્વવિદિત છે કે ચીન ઇરાનનાં ઓઇલનું સૌથી મોટું ખરીદનાર છે. તેનાં ઑઇલ ટેન્કર ઉપર જ હુમલો થયો છે, અને તે પણ તેવા સમયે કે જ્યારે ચીનના વિદેશમંત્રી વાંગ ચી અને ઇરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચી વચ્ચે મીટીંગ થવાની હતી. પરંતુ તે પહેલાં જ ચીનનાં ઓઇલ ટેન્કર ઉપર ઇરાને મિસાઇલ હુમલો કર્યો. તે પછી તે મીટીંગમાં બંને નેતાઓએ હોર્મુઝ સ્ટ્રેઇટસ ફરી ખોલવા અંગે ચર્ચા કરી હતી. પરંતુ તે ચર્ચા દરમિયાન તે હુમલા અંગે ચીન ઇરાન પર ભડકી ઊઠયું હતું.

હજુ સુધી તે ઓઇલ ટેન્કરની વિધિવંત જાણ કરવામાં આવી નથી. મેરીટાઈમ સિક્યોરિટી બોર્ડે કહ્યું હતું કે ડેમેજ થયેલું જહાજ વાસ્તવમાં માર્શલ-આઈલેન્ડનો ધ્વજ ફરકાવતું હતું. (ચીનનો ધ્વજ ફરકાવતું ન હતું) તે ઓઇલ પ્રોડક્ટસ અને કેમિકલ ટેન્કર જેવી ઇનોવેશન હોવાનું મનાઇ રહ્યું છે. તે યુ.એ.ઇ.ના તટ ઉપર મીના સકર બંદર પાસે પહોંચ્યું ત્યારે તે ઘટના બની હતી. ખેદની વાત તે છે કે ઇરાન-અમેરિકા યુદ્ધને લીધે કેટલાંયે જહાજો ગલ્ફ ઓફ ઇરાનમાં ફસાયેલા છે. તેમની ઉપર કુલ મળી આશરે ૨૦,૦૦૦ હજાર નાગરિકો ફસાયેલા છે.