World

ચીનના ત્રણ એઆઈ ઈન્ડેક્સમાં કડાકો, રૂ. 158 લાખ કરોડ ડૂબ્યા

By GS Team
22 Nov 20261 min read
TukuTouch Logo
બેઈજિંગ : અમેરિકાને પછાડીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં બાદશાહ બનવાનું સપનું જોઈ રહેલા ચીનને મોટો ફટકો પડયો છે. કેટલાક મહિના પહેલા સુધી નફાનું મશીન મનાતા ચીનના એઆઈ સેક્ટરની કંપનીઓમાં હવે મોટો કડાકો બોલાયો છે. જૂનના અંતથી અત્યાર સુધીમાં ચીનના ત્રણ મુખ્ય ટેક્નોલોજી ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૧.૭ ટ્રિલિયન ડોલર એટલે કે રૂ. ૧૫૮.૧૦ લાખ કરોડ ઘટી ગયું છે. દુનિયાભરમાં એઆઈ સેક્ટરની ગતિ ધીમી પડવાની સૌથી વધુ અસર ચીન પર જોવા મળી રહી છે. અમેરિકાએ એડવાન્સ એઆઈ ટેક્નોલોજીને ચીન જતી રોકવા માટે આકરા નિયંત્રણો મૂક્યા હોવાથી ચીનના શેરબજારમાં એઆઈ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. અલીબાબા અને ટેનસેન્ટ જેવી દિગ્ગજ કંપનીઓવાળો હેંગસેંગ ટેક ઈન્ડેક્સ બે વર્ષના સૌથી નીચા સ્તરે ગગડી ગયો છે. બીજીબાજુ હાર્ડવેર કંપનીઓ પર કેન્દ્રીત ચીનેક્સ્ટ ઈન્ડેક્સ ઉનાળામાં વિક્રમી ઊંચાઈએથી આ વર્ષે ૩૧ ટકા સુધી તૂટયો છે જ્યારે ચીપ કંપનીઓવાળો સ્ટાર-૫૦ ઈન્ડેક્સ પણ ઊંધેકાંધ પટકાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ચીનના ત્રણ એઆઈ ઈન્ડેક્સમાં કડાકો, રૂ. 158 લાખ કરોડ ડૂબ્યા

બેઈજિંગ : અમેરિકાને પછાડીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ)માં બાદશાહ બનવાનું સપનું જોઈ રહેલા ચીનને મોટો ફટકો પડયો છે. કેટલાક મહિના પહેલા સુધી નફાનું મશીન મનાતા ચીનના એઆઈ સેક્ટરની કંપનીઓમાં હવે મોટો કડાકો બોલાયો છે. જૂનના અંતથી અત્યાર સુધીમાં ચીનના ત્રણ મુખ્ય ટેક્નોલોજી ઈન્ડેક્સમાં લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ૧.૭ ટ્રિલિયન ડોલર એટલે કે રૂ. ૧૫૮.૧૦ લાખ કરોડ ઘટી ગયું છે.
દુનિયાભરમાં એઆઈ સેક્ટરની ગતિ ધીમી પડવાની સૌથી વધુ અસર ચીન પર જોવા મળી રહી છે. અમેરિકાએ એડવાન્સ એઆઈ ટેક્નોલોજીને ચીન જતી રોકવા માટે આકરા નિયંત્રણો મૂક્યા હોવાથી ચીનના શેરબજારમાં એઆઈ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી રહી છે. અલીબાબા અને ટેનસેન્ટ જેવી દિગ્ગજ કંપનીઓવાળો હેંગસેંગ ટેક ઈન્ડેક્સ બે વર્ષના સૌથી નીચા સ્તરે ગગડી ગયો છે. બીજીબાજુ હાર્ડવેર કંપનીઓ પર કેન્દ્રીત ચીનેક્સ્ટ ઈન્ડેક્સ ઉનાળામાં વિક્રમી ઊંચાઈએથી આ વર્ષે ૩૧ ટકા સુધી તૂટયો છે જ્યારે ચીપ કંપનીઓવાળો સ્ટાર-૫૦ ઈન્ડેક્સ પણ ઊંધેકાંધ પટકાયો છે.