Get The App

પ્રોજેક્ટમાં વિલંબ થતા પાકિસ્તાન પર ચીન ભડક્યું, ઈરાન-તાલિબાન મુદ્દે મુનીરને આપ્યું અલ્ટીમેટમ

Updated: Apr 1st, 2026

GS TEAM

Google News
Google News
પ્રોજેક્ટમાં વિલંબ થતા પાકિસ્તાન પર ચીન ભડક્યું, ઈરાન-તાલિબાન મુદ્દે મુનીરને આપ્યું અલ્ટીમેટમ 1 - image

China-Pakistan CPEC And Gwadar Port Project : પાકિસ્તાને ચીન સાથે હાથ મિલાવી પ્રોજેક્ટ માથે લીધા બાદ બરાબરનું ફસાઈ ગયું છે. બંને દેશો માટે સૌથી મહત્ત્વના પ્રોજેક્ટ ગણાતા ચીન-પાકિસ્તાન ઈકોનૉમિક કોરિડોર (CPEC) અને ગ્વાદર પોર્ટની કામગીરીમાં સતત વિલંબ થતા ચીનનો પાકિસ્તાન પર વિશ્વાસ ઉઠી ગયો છે. હવે ચીને ફરી પાકિસ્તાન વિરુદ્ધ આક્રમક વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં ચીને ઈરાન યુદ્ધ અને તાલિબાન પર હુમલા મામલે પણ પાકિસ્તાનની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી અલ્ટીમેટમ આપ્યું છે.

ચીનના વિદેશ મંત્રી અને મુનીર વચ્ચે મુલાકાત, અલ્ટીમેટમ આપ્યું

વાસ્તવમાં ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનના સેના પ્રમુખ અસીમ મુનીર સાથે મુલાકાત કરી હતી, જેમાં તેમણે બંને પ્રોજેક્ટમાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો. ચીને સ્પષ્ટ કહ્યું છે કે, બંને પ્રોજેક્ટ માત્ર વ્યૂહાત્મક રીતે જ નહીં, આર્થિક દ્રષ્ટિકોણથી પણ ખૂબ મહત્ત્વના છે, તેથી પ્રોજેક્ટમાં વિલંબ ક્યારે સ્વિકારવામાં નહીં આવે. આ ઉપરાંત ચીને તાલિબાન અને ઈરાન સંકટ મુદ્દે પણ મુનીરને અલ્ટીમેટમ આપ્યું છે.

BLAએ ચીનનું વધાર્યું ટેન્શન

મીડિયા અહેવાલો મુજબ ચીને પાકિસ્તાનને ચીની નાગરિકો અને રોકાણની સુરક્ષા કરવા સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. વાસ્તવમાં બલૂચિસ્તાનમાં સક્રિય બલૂચ લિબરેશન આર્મી (BLA) દ્વારા સતત હુમલા થવાના કારણે ચીનના અનેક એન્જિનિયરોના મોત થયા છે. આ કારણે ચીનની ચિંતા વધી ગઈ છે. આ જ કારણે પ્રોજેક્ટને ઝડપી પૂરો કરવા ચીન પાકિસ્તાન પણ દબાણ વધારી રહ્યું છે.

આ પણ વાંચો : ઈરાનને બરબાદ થતું કેમ જોવા માંગે છે UAE? 3 ટાપુઓને લઈને વિવાદ અને 120 વર્ષ જૂની છે દુશ્મનાવટ

ગ્વાદર પોર્ટનું મહત્ત્વ

વાસ્તવમાં ચીન વેપાર અને ઊર્જા હબ બનાવવા માટે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટને વિકસાવી રહ્યું છે. તે દુબઈ જેવું મોટું પોર્ટ બનાવવા ઈચ્છી રહ્યું છે. આ ઉપરાંત ચીન ત્યાં સૈન્ય અડ્ડો પણ બનાવીને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પોતાની વ્યૂહાત્મક પક્કડન મજબૂત કરવા માંગે છે. જો ગ્વાદર પોર્ટ સંપૂર્ણ ક્ષમતા સાથે વિકસીત થઈ જશે તો ચીન અને પાકિસ્તાનને મોટો આર્થિક લાભ થઈ શકે છે. જોકે વારંવાર સુરક્ષા પડકારો આવતા અને રાજકીય અસ્થિરતાઓ ઉભી થતા આ પ્રોજેક્ટ ધીમો પડી ગયો છે.

ચીને પાકિસ્તાનનું વધાર્યું ટેન્શન, CPEC 2.0નો ઈન્કાર કરી દીધો

પ્રોજેક્ટોમાં વિલંબ કરનાર પાકિસ્તાનને ચીને સ્પષ્ટ કહ્યું છે કે, જ્યાં સુધી હાલનો સીપીઈસી પ્રોજેક્ટ પૂરો નહીં થાય ત્યાં સુધી સીપીઈસી 2.0 માટે કોઈપણ રોકાણ કરવામાં નહીં આવે. ચીનનો આ નિર્ણય પાકિસ્તાન માટે મોટા ઝટકા સમાન છે, કારણ કે તે ઘણા સમયથી રોકાણની આશા રાખી રહ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા-ઈઝરાયલે ઈરાન સાથે યુદ્ધ શરૂ કર્યા બાદ પાકિસ્તાન હંમેશા અમેરિકાની તરફેણ કરી રહ્યું છે. તેણે ઈરાન-અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવાની પણ ઓફર કરી હતી, જોકે ઈરાને પાકિસ્તાન પર વિશ્વાસ ન હોવાના કારણે તેની મધ્યસ્થીનો ઈન્કાર કરી ફજેતી કરી નાખી છે. બીજીતરફ પાકિસ્તાન અને તાલિબાન વચ્ચે પણ ઘર્ષણ ચાલી રહ્યું છે. એકતરફ પાકિસ્તાન તાલિબાન પર એરસ્ટ્રાઈક કરી રહ્યું છે, તો અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ પણ વળતો જવાબ આપી રહ્યા છે, ત્યારે ચીને પાકિસ્તાનને ઈરાન મામલે ન બોલવા અને તાલિબાન સાથે ઘર્ષણ ઘટાડવાનું અલ્ટિમેટમ આપ્યું છે.

આ પણ વાંચો : હોર્મુઝના 'ખતરનાક' રસ્તેથી કેવી રીતે નીકળ્યા ભારતના જહાજ, જાણો સમગ્ર વિગત