ચીને વચનભંગ કર્યો : દ.પ્રશાંત મહાસાગરમાં અચાનક ICBM છોડયું : બે દેશો ભડકી ઉઠયા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

ચીને પરમાણુ સંચાલિત સબમરીનમાંથી પરમાણુ શસ્ત્ર વહી શકે તેવા ICBMનો પ્રયોગ કર્યો : પ્રયોગ પૂર્વે અપાતી સૂચના ઘણી મોડી આપી
બૈજિંગ : ચીને ફરી એકવાર પરમાણુ શસ્ત્ર વહી શકે તેવા ઈન્ટર-કોન્ટીનન્ટલ બેલાસ્ટિક મિસાઇલ (આઈસીબીએમ)ને પરમાણુ સંચાલિત સબમરીનમાંથી દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં વહેતું મૂક્યું હતું. સોમવારે વહેલી સવારે આ મિસાઇલ તેણે વહેતું મૂક્યું હતું જે માટે તેણે નિયમાનુસાર ઓછામાં ઓછા ૭૨ કલાક પૂર્વે કરવી પડતી જાહેરાત કરી ન હતી. છેક થોડા સમય પૂર્વે જ તેણે દક્ષિણ પ્રશાંતના દેશોને ચેતવણી આપી હતી. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુયાનાં જણાવ્યા પ્રમાણે સોમવારે બપોરે ૧૨ કલાક અને એક મિનિટે આ મિસાઇલ વધુ એક પ્રયોગ માટે વહેતું મુકવામાં આવ્યું હતું. તેમાં એક 'ડમી' શસ્ત્ર પણ હતું. ચીનનાં આ કૃત્ય સામે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને ફીજી જેવા દેશોએ વિરોધ નોંધાવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ફીજીમાં તેના મૂળ વતનીઓ જેટલા જ મૂળ ભારતવંશીનો પણ છે. ફીજીમાં ભારતીય બેન્કોની શાખાઓ પણ છે. ફીજીએ થોડા સમય પૂર્વે જ ઓસ્ટ્રેલિયા સાથે સંરક્ષણ કરારો કર્યા છે.
ચીનના આ પ્રયોગ સામે ન્યુઝીલેન્ડે તો સખત વાંધો ઉઠાવ્યો છે. તેણે કહ્યું છે કે તેમને તો માત્ર થોડા કલાક પૂર્વે જ આ પરીક્ષણની માહિતી આપી હતી. માની લો કે તે સમયે અમારા કોઈને કોઈ જહાજો ત્યાંથી પસાર થતાં હોય તો તેનું શું થાય ?
ન્યૂઝીલેન્ડે તે પ્રત્યે ધ્યાન દોર્યું હતું કે, ૧૯૮૬માં 'રારો-તોંગા' સંધિ પ્રમાણે દક્ષિણ પ્રશાંત મહાસાગરને પરમાણુ મુક્ત રાખવાનો છે. તેથી સમગ્ર દક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં પરમાણુ શસ્ત્ર પ્રતિબંધિત છે.
૧૯૮૭માં ચીને તે સંધિને અનુમોદન પણ આપ્યું હતું અને જણાવ્યું હતું કે તે ક્ષેત્રમાં તે પરમાણુ શસ્ત્રનો પ્રયોગ નહીં કરે. તેમજ તે સંધિને અનુસરી તે ક્ષેત્રના કોઈ પણ દેશને પરમાણુ શસ્ત્રની ધમકી પણ નહીં આપે.
ન્યૂઝીલેન્ડના વિદેશમંત્રી, વિન્સ્ટન પીટર્સે 'ધી એસોસીએટેડ પ્રેસ'ને કહ્યું કે, આથી સાબિત થાય છે કે આ પ્રકારની ગતિવિધિઓ અમે વર્ષોથી દર્શાવેલી ચિંતા સાચી છે. ઉપરાંત ચીને અમને જણાવ્યા પછી માત્ર થોડા કલાકે જ આ પરીક્ષણ કર્યું.
આ પરીક્ષણ ચીને બરોબર તે સમયે કર્યું કે જ્યારે ફીજી અને ઓસ્ટ્રેલિયાએ સંરક્ષણ કરારો કર્યા હતા. ઓસ્ટ્રેલિયાનાં વિદેશમંત્રી પેની વોન્ગે, ફીજીમાં પત્રકારોને કહ્યું હતું કે 'ઓસ્ટ્રેલિયાએ ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તમારી આ પ્રકારની ગતિવિધિઓ ક્ષેત્રીય સ્થિરતા માટે ખતરનાક છે તેમ અમે માનીએ છીએ.'









