Get The App

ઇરાનના જપ્ત જહાજમાંથી ચીને મિસાઇલ માટે મોકલેલા કેમિકલ્સ મળ્યા

Updated: Apr 22nd, 2026

GS TEAM

Google News
Google News
ઇરાનના જપ્ત જહાજમાંથી ચીને મિસાઇલ માટે મોકલેલા કેમિકલ્સ મળ્યા 1 - image

- અમેરિકન રિપબ્લિકન સાંસદ નિક્કી હેલીનો દાવો

- જહાજમાંથી પકડાયેલા સાધનો ઔદ્યોગિક અને લશ્કરી બંને હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય તેવા છે

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પના રિપબ્લિકન પક્ષની ભારતીય મૂળની સાંસદ નિક્કી હેલીએ સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે હોર્મુઝની ખાડીમાંથી અમેરિકાએ જપ્ત કરેલા ઇરાન જતાં જહાજમાંથી ચીને મિસાઇલ માટે મોકલેલા કેમિકલ્સ મળી આવ્યા છે. અમેરિકાએ લાદેલી ઘેરાબંધીના લીધે ચીનથી ઇરાન જતું જહાજ જપ્ત કરવામાં આવ્યું હતું. નિક્કી હેલીના આ દાવાના પગલે સનસનાટી મચી ગઈ છે. 

નિક્કી હેલીએ જણાવ્યું હતું કે ઇરાન જતાં આ ચીનના જહાજને અમેરિકન નૌકાદળે કેટલીય ચેતવણીઓ આપી હોવા છતાં તે રોકાયું ન હતું. તેમણે દાવો કર્યો હતો કે ચીન યુદ્ધમાં ઇરાનને મદદ કરી રહ્યુ હોવાની વાસ્તવિકતાની જરા પણ અવગણના કરી શકાય તેમ નથી. અમેરિકન નૌકાદળે ઇરાનના ધ્વજવાળા કન્ટેનર શિપ ટૌસ્કાને જપ્ત કર્યુ છે. આ નાનું કન્ટેનર શિપ ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન શિપિંગ લાઇન્સ ગુ્રપનું છે. તેના પર અમેરિકાના પ્રતિબંધો લાગેલા છે. આ જહાજ રવિવારે ઓમાનના અખાતમાં ઇરાનના ચાબહાર પોર્ટ તરફ જતું હતું, એમ મરીન ટ્રાફિક જંકશન પરના શિપ ટ્રેકિંગ ડેટામાં જણાવાયું હતું. 

ઇરાનના લશ્કરે જણાવ્યું હતું કે ચીનથી ઇરાન જતું હતું અને તેણે અમેરિકા પર દરિયાઈ લૂંટનો આરોપ મૂક્યો હતો. તેહરાને આ ઉપરાંત જણાવ્યું હતું કે તેના પરની ઘેરાબંધી હટાવાય નહીં ત્યાં સુધી તે અમેરિકા સાથે ઇસ્લામાબાદમાં બીજા રાઉન્ડની મંત્રણામાં જોડાશે નહીં. ઇરાને જણાવ્યુ હતું કે તેઓ અમેરિકન લશ્કરી દળોના આક્રમણનો સામનો કરવા તૈયાર હતા, પરંતુ જહાજ પર ક્રૂ મેમ્બરના સભ્યોની હાજરીના કારણે તેમણે ગોળીબાર કર્યો ન હતો.

અમેરિકન સુરક્ષા દળોએ જણાવ્યું હતું કે તેમના મૂલ્યાંકન મુજબ જહાજમાંથી પકડાયેલા સાધનોે વાસ્તવમાં બેવડી રીતે ઉપયોગમાં લઈ શકાય તેવા છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ મેટલ્સ, પાઇપ્સ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિત બીજી બધી માલસામગ્રીનો ઔદ્યોગિક હેતુ અને લશ્કરી હેતુ બંને માટે ઉપયોગ કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે અમેરિકાએ ઇરાન પર ૨૦૧૯થી પ્રતિબંધ મૂકેલો છે.