- ઇરાને સામે આપેલી ગંભીર ચેતવણી : ઇરાનના વિદેશમંત્રીએ કહ્યું તેમને માટે તો શ્રેષ્ઠ ઉપાય આ વિસ્તાર છોડી દેવાનો જ છે
વૉશિંગ્ટન : અમેરિકાનું અત્યંત આધુનિક હેલિકોપ્ટર અપાચે હેલિકોપ્ટર યોમાનના સમુદ્ર તટ ઉપર તોડી પડાયા પછી ઇરાન અમેરિકા વચ્ચે વધી રહેલી તંગદિલી અત્યંત વધી ગઈ છે. સોશ્યલ મીડિયા ઉપર યુ.એસ.સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે અમારી કાર્યવાહી ઇરાનના અન્યાયી હુમલાના જવાબમાં શરૂ થઇ ચૂકી છે.
પ્રમુખ ટ્રમ્પે જો હેલિકોપ્ટર તોડી પાડવાનો ઇરાન ઉપર સીધો આક્ષેપ મુક્યો છે. પરંતુ ઇરાન કહે છે કે અમે તે હેલિકોપ્ટર તોડી પાડયું નથી. પરંતુ પ્રમુખ ટ્રમ્પે તો તેઓની સોશ્યલ મીડીયા પોસ્ટ ઉપર લખ્યું હતું કે અમેરિકાએ આ હુમલાનો યોગ્ય જવાબ આપવો જ પડે.
તે સર્વિવિદિત છે કે તે હેલિકોપ્ટર હોર્મુઝ સ્ટ્રેઇટ્સ પાસે તૂટી પડયું હતું. જે અંગે પ્રમુખ ટ્રમ્પે લખ્યું કે સેનાના અધિકારીઓએ મને જણાવ્યું છે કે ઇરાનીઓએ આપણાં એક અત્યંત આધુનિક તેમાં અપાચે હેલિકોપ્ટરને તોડી પાડયું છે. સૌથી પહેલી જ વાર અન મેન્ડ ડ્રોન બોટ દ્વારા બંને પાયલોટસને બચાવી લેવામાં આવ્યાં છે.
બીજી તરફ ઇરાનના વિદેશમંત્રી સૈયદ અબ્બાસ અરાઘચીએ આ આક્ષેપોનને ફગાવી દેતાં કહ્યું કે ઇરાનની સરહદ પાસે કાર્યરત રહેલાં વિદેશી દળો અસામાન્ય ભય નીચે આવી ગયાં છે. તેઓની સુરક્ષિત રહેવા માટે શ્રેષ્ઠ ઉપાય તો વહેલામાં વહેલી તકે આ વિસ્તાર છોડી દેવાનો છે.
ટૂંકમાં તાજેતરમાં બની રહેલી ઘટનાઓ અત્યારે જ નિર્બળ બની ગયેલાં યુદ્ધ વિરામને વધુ નબળું પાડી રહી છે અને નાની આવી માનવીય ભૂલ પણ અત્યારે જ ભડકી રહેલી પરિસ્થિતિ ઓચિંતી ભડકી ઉઠે તેમ છે.


