World

VIDEO: ચીની હથિયારનું સુરસુરિયું! લોન્ચ કરતાં પહેલા બ્લાસ્ટ થઈ રોકેટ સિસ્ટમ, કંબોડિયાના 8 જવાનોના મોત

By GS TEAM
26 Dec 20252 mins read
TukuTouch Logo
ચાઈનીઝ માલ 'ચલે તો ચાંદ તક નહીં તો રાત તક' એ કહેવત આજે સાચી ઠરી છે. પાકિસ્તાને ભલે ચીનના JF-17 થંડર ફાઈટર જેટને લિબિયાને વેચી ખાધા હોય પણ હકીકત એ છે ચાઈનીઝ હથિયારો પોલ હવે દુનિયા સામે ખૂલી ગઈ છે. જેનો જીવતો જાગતો દાખલો થાઈલેન્ડ-કંબોડિયા યુદ્ધમાં જોવા મળ્યો. જેમાં એક ચીની રોકેટ સિસ્ટમના કુરચેકુરચા ઊડી ગયા અને આઠ જેટલા સૈનિકો પણ મોતને ભેટયા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ચીની હથિયારનું સુરસુરિયું! લોન્ચ કરતાં પહેલા બ્લાસ્ટ થઈ રોકેટ સિસ્ટમ, કંબોડિયાના 8 જવાનોના મોત

Cambodia Thailand War: ચાઇનીઝ માલ 'ચલે તો ચાંદ તક નહીં તો રાત તક' એ કહેવત આજે સાચી ઠરી છે. પાકિસ્તાને ભલે ચીનના JF-17 થંડર ફાઇટર જેટને લિબિયાને વેચી ખાધા હોય પણ હકીકત એ છે ચાઇનીઝ હથિયારોની પોલ હવે દુનિયા સામે ખૂલી ગઈ છે. જેનો જીવતો જાગતો દાખલો થાઇલૅલેન્ડ-કંબોડિયા યુદ્ધમાં જોવા મળ્યો. જેમાં એક ચીની રોકેટ સિસ્ટમના કૂરચેકૂરચા ઊડી ગયા અને આઠ જેટલા સૈનિકો પણ મોતને ભેટ્યા છે.

ચીન નિર્મિત મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમમાં ધડાકો

સોશિયલ મીડિયા પર થાઇલૅન્ડ-કંબોડિયા યુદ્ધનો એક વીડિયો વાયરલ છે, જેમાં કંબોડિયાઈ સેના એક મલ્ટિપલ લોન્ચ રોકેટ સિસ્ટમથી મિસાઇલ થાઇ સેના પર વરસાવી રહ્યા છે. રોકેટ સિસ્ટમમાંથી લગભગ અડધી ડઝન જેટલી મિસાઇલ છૂટયા પછી અચાનક બ્લાસ્ટ થાય છે અને દાવા પ્રમાણે આઠ જેટલા કંબોડિયાના સૈનિકોના મોત નીપજે છે. આ સિસ્ટમ કંબોડિયાએ ચીન પાસેથી ખરીદી છે જે PHL-81 તરીકે ઓળખાય છે.

ચીને રશિયામાંથી કરી હતી કોપી

કંબોડિયાની સેના ચીનમાં નિર્માણ પામેલા  PHL-81 ટાઇપ રોકેટ સિસ્ટમનો ઉપયોગ કરે છે. 80ના દાયકામાં બનેલા રશિયન 'BM021 ગ્રેડ' મલ્ટિપલ રોકેટ સિસ્ટમનું કોપી વર્ઝન છે. ખાસ વાત એ છે ભારતીય સેના પણ આ પ્રકારના ગ્રેડવાળા MLRSને ઓપરેટ કરે છે, જે 20-22 સેંકડમાં 40 રોકેટ ફાયર કરી શકે છે. 

ચાઇનીઝ હથિયારો પર સવાલ

યુદ્ધ શરુ થતાં જ કંબોડિયાએ થાઇલૅન્ડને આ રોકેટ સિસ્ટમથી વાર કરવાની ધમકી આપી હતી. પણ ફાયરિંગ દરમિયાન ચીની MLRSનું સુરસુરિયું થઈ ગયું હતું. ત્યારે ચાઇનીઝ હથિયારો પર ફરી સવાલો ઊભા થઈ રહ્યા છે કે કારણ કે ઓપરેશન સિંદૂર વખતે ભારતે પાકિસ્તાન પર બ્રહ્મોસ મિસાઇલનો મારો કર્યો હતો. પણ ચીની  HQ-9 ડિફેન્સ સિસ્ટમ એક પણ બ્રહ્મોસ મિસાઇલને ડિટેક્ટ કરી શકી ન હતી. 

આ પણ વાંચો: 'ભારતીય હેરાન થાય છે...', US વિઝા એપોઇન્ટમેન્ટમાં વિલંબ અંગે ભારત સરકારે અમેરિકાને કરી ફરિયાદ

પાકિસ્તાને લિબિયાને JF-17 ફાઇટર જેટ પધરાવી દીધા

હાલમાં જ પાકિસ્તાને ઉત્તર આફ્રિકાના દેશ લિબિયાને JF-17 ફાઇટર જેટ આપી એક સંરક્ષણ સોદો કર્યો છે. જેમાં પાકિસ્તાને દાવો કર્યો હતો કે આ ચીની વિમાનોએ ઓપરેશન સિંદૂરમાં ભારતના રાફેલ અને સુખોઈ જેવા ફાઇટર જેટ ધ્વસ્ત કર્યા હતા. પણ હકીકત એ છે કે આજ સુધી પાકિસ્તાને ભારતના ફાઇટર જેટને પાડી દીધું હોય તેવા કોઈ પુરાવા દુનિયા સામે મૂક્યા નથી. એ વાત તો નક્કી છે કે ચીનનો રદ્દી માલ JF-17 લિબિયાને પધરાવી દેવામાં આવ્યો છે.