World

દાદાગીરી નહીં ચાલે અમે જ સર્વનાશ કરી દેશું, ઇરાનના સુપ્રીમ લીડર મોજતબાની યુ.એસને ચેતવણી

By GS Team
1 May 20262 mins read
દાદાગીરી નહીં ચાલે અમે જ સર્વનાશ કરી દેશું, ઇરાનના સુપ્રીમ લીડર મોજતબાની યુ.એસને ચેતવણી

- ટ્રમ્પે ઇરાનને પરમાણુ સમજૂતી ન કરવા માટે સર્વનાશની ધમકી આપી છે તેની સામે ઇરાનના સુપ્રીમ લીડર મોજતબાએ કહ્યું તેઓ શું સર્વનાશ કરશે ? સર્વનાશ અમે કરીશું

નવી દિલ્હી : અમેરિકી પ્રમુખ ટ્રમ્પે પરમાણુ સમજૂતી ન કરવા માટે સર્વનાશની ધમકી આપી છે. તે સામે વળતા પ્રહારો કરતાં ઇરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઇએ કહ્યું હતું કે અમેરિકાની દાદાગીરી નહીં ચાલે. અમેરિકાની ધમકીઓ પણ નહીં ચાલે. તેઓ તો સર્વનાશ શું કરશે ? સર્વનાશ તો અમે કરી દેશું, તેની યુદ્ધ નૌકાઓને સમુદ્રની ઊંડાઈઓમાં ડુબાડી દેશું. જો હોર્મુઝ સ્ટ્રેઇટસની નાકાબંધી દૂર નહીં થાય તો અમેરિકાએ તેનાં માઠાં ફળ ભોગવવાં પડશે.

પ્રમુખ ટ્રમ્પે એક સમયે કહી દીધું હતું કે મારા તરફથી કોઈ રહેમની આશા ન રાખતા, સર્વનાશ કરી નાખીશ. આને માત્ર બયાન બાજી ન સમજતા તેમાં કૂટનીતિની નહીં તબાહીની ગૂંજ છે.

સીઝફાયર વચ્ચે ટ્રમ્પની આવી ધમકીએ ચિનગારી સળગાવી છે. તેનો એક મતલબ તે પણ થાય કે જો ઇરાન જવાબ આપે તો અમેરિકી સેના તબાહી મચાવી દેશે. પરંતુ ઇરાનના સુપ્રીમ લીડર મોજતબાએ ચુપકીદી છોડી લિખિત પત્ર દ્વારા ટ્રમ્પને તેનું કડક વલણ દેખાડી આપ્યું છે.

મોજતબાએ પોતાના પત્રમાં લખ્યું છે કે અમેરિકાનું સ્થાન સમુદ્રની ઊંડાઈઓમાં છે. અમેરિકાની દાદાગીરી ચલાવી લેવાશે નહીં. ઇરાન તેનો પરમાણુ કાર્યક્રમ છોડશે નહીં. દરેક હાલતમાં તે તેની પરમાણુ ક્ષમતા કે મિસાઇલ ક્ષમતા નહીં છોડે. હોર્મુઝ સ્ટ્રેઇટસ ઉપર ઇરાનનું નિયંત્રણ હતું જ અને રહેશે પણ ખરૃં. મીડલ ઇસ્ટમાં અમેરિકા ન પડયું હોત તો શાંતિ રહત. અમે હોર્મુઝ સ્ટ્રેઇટસ ઉપરનો કબ્જો નહીં છોડીએ કે ટ્રમ્પને ઇરાનનું સંવર્ધિત યુરેનિયમ લેવા નહીં દઇએ.