અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

- યુએસે અમારી સાથે મંત્રણાના બદલે યુદ્ધનો માર્ગ પકડયો: ઇરાની પ્રમુખ
- નેતન્યાહુ યુએનમાં બોલવા ગયા ત્યારે સંખ્યાબંધ દેશોના પ્રતિનિધિઓએ તેમના વિરોધમાં વોકઆઉટ કર્યુ
- નેતન્યાહુએ ભાષણ દરમિયાન પેજર બતાવીને પેજર બ્લાસ્ટની યાદ અપાવી
ન્યૂયોર્ક : ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગે અમેરિકન પ્રમુખ ટ્રમ્પના દાવાથી વિપરીત જ નિવેદન ઇરાનીયન પ્રમુખ પેજેકિશ્યને કર્યુ છે. તેમણે . ન્યૂયોર્કમાં ફોક્સ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે ઇરાન તેના પરમાણુ કાર્યક્રમની આંતરરાષ્ટ્રીય સ્તરે તપાસ કરાવવા અને સંવર્ધિત યુરેનિયમનો સ્ટોક ઘટાડવા સંપૂર્ણપણે તૈયાર છે. આવા કોઈપણ પ્રકારના આયોજનની વાત તેમણે ફગાવી દીધી હતી.
તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે ઇરાન પરમાણુ બોમ્બ બનાવવા માંગે છે તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે જરા પણ નહીં. હમારા દિવંગત સર્વોચ્ચ નેતા આયોતોલ્લાહ ખામેનેઈએ કેટલીય વખત જાહેરાત કરી છે કે ધાર્મિક દ્રષ્ટિકોણથી પરમાણુ શસ્ત્રો સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. તેમણે તે વાતનો પુનરોચ્ચાર કર્યો કે ઇરાન સામૂહિક વિનાશના શસ્ત્રોના વિરોધમાં છે. અમે સંવર્ધિત યુરેનિયમ ઘટાડવા તૈયાર છીએ. આ કોઈ નવી વાત નથી. અમે આંતરરાષ્ટ્રીય નિરીક્ષણ સામે રજૂ થવા પોતે તૈયાર છીએ.
તેમનું આ નિવેદન ત્યારે આવ્યુ હતું જ્યારે ઇરાનનો પરમાણુ કાર્યક્રમ આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (આઇએઇએ)ની ચુસ્ત દેખરેખ અને તપાસના અધિકાર ક્ષેત્રની અંદર છે. તાજેતરમાં જ આઇએએઇએ જણાવ્યું હતું કે ઇરાનના પરમાણુ મથકો અને સામગ્રીઓને યોગ્ય જાણકારી મળી રહી નથી. તેનાથી તેની દેખરેખ પર અસર પડી રહી છે. તેમણે વર્તમાન તનાવ માટે સીધેસીધુ અમેરિકાને જવાબદાર ઠેરવ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે અમેરિકાએ મંત્રણાનો રસ્તો અપનાવવાના બદલે બોમ્બાર્ડિંગ અને લશ્કરી કાર્યવાહીનું પગલું પસંદ કર્યુ. જ્યારે ઇરાને તો ફક્ત સ્વબચાવ જ કર્યો છે.
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ સંયુક્ત રાષ્ટ્રોની ૮૧મી મહાસભામાં વક્તવ્ય આપવા ડાયસ ઉપર પહોંચ્યા ત્યારે કેટલાયે દેશોના પ્રતિનિધિઓ નાટકીય રીતે મહાસભા છોડી ચાલ્યા ગયા હતા. આ નાટકીય ઘટનાનો તેટલો જ કઠોર પ્રતિભાવ આપતાં આ યહૂદી નેતાએ કહ્યું હતું કે 'હું વકતવ્ય શરૂ કરૃં તે પૂર્વે એક મહત્વની જાહેરાત' હજી પણ અહીં કોઈ નૈતિક કાયરોે રહ્યાં હોય તો જલ્દીમાં જલ્દી આ હોલ છોડી ચાલ્યા જાય. તમારો ઘણો આભાર.
નેતન્યાહુએ ભાષણ દરમિયાન પેજર બતાવ્યા હતા અને જણાવ્યું હતું કે તમને કદાચ યાદ ન હોય, પરંતુ હીઝબુલ્લાહના આતંકવાદીઓને આ પેજર ચોક્કસ યાદ હશે. તેમણે આ વાત લેબનોનમાં મોટાપાયા પર થયેલા પેજર બ્લાસ્ટના સંદર્ભમાં આ વાત કહી હતી.
આ પછી તેઓએ આંતરરાષ્ટ્રીય સ્તરે તેઓના દેશની થઈ રહેલી ટીકા સામે સખતનો બચાવ કર્યો હતો. સાથે વ્યાપી રહેલાં એન્ટી- સેમિટીઝમ (યહુદી વિરોધી વલણ)ની ઉગ્ર ટીકા કરતાં તેમણે કહ્યું કે આટ-આટલાં વિરોધો વચ્ચે પણ અમે અડીખમ ઊભા રહ્યા છીએ. તેમણે આગળ કહ્યું દુનિયાના આ એન્ટી સેમિનાઇટસ અમારા લોકોને ભયભીત કરવા માગે છે. મારી પાસે તો તે સમયથી માહિતી છે કે જ્યારે કોઈપણ રક્ષણ વિનાના યહૂદીઓની કતલ થતી હતી.
ઇરાન સાત જ દિવસમાં હોર્મુઝ ખોલવા તૈયાર, પરંતુ કેટલીક શરતોનું પાલન જરૂરી
ઇરાને જણાવ્યું હતું કે અમેરિકા જો નૌકાદળનો પ્રતિબંધ ઉઠાવે, ઇરાનના ઓઇલ પરના પ્રતિબંધો ખતમ કરે અને લેબનોન સહિતના યુદ્દવિરામનું પાલન કરે તો તેઓ પરમાણુ કાર્યક્રમ અંગે મંત્રણાઓ શરુ કરવા અને સાત જ દિવસમાં હોર્મુઝ ખોલવા તૈયાર છે. ઇરાનના વિદેશ મંત્રી અરાઘાચીએ યુએન જનરલ એસેમ્બલીની બેઠક દરમિયાન આ વાત જણાવી હતી.




