World

AIના યુગમાં બ્રિટનની પ્રતિષ્ઠિત કોલેજનો કાગળ અને પેન પર ભાર

By GS Team
13 Oct 20261 min read
TukuTouch Logo
લંડનની વિન્ચેસ્ટર કોલેજે વિદ્યાર્થીઓની એકાગ્રતા વધારવા લેપટોપનો ઉપયોગ મર્યાદિત કર્યો છે. 1382માં સ્થપાયેલી આ કોલેજમાં 13થી 18 વર્ષના વિદ્યાર્થીઓને પેન-પેપરથી હોમવર્ક કરવાનું ફરજિયાત બનાવાયું છે. ડિજિટલ સ્ક્રીનનો ઓછો ઉપયોગ કરવાથી વિદ્યાર્થીઓના માર્ક્સમાં સુધારો જોવા મળ્યો છે. ખાસ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ ચાલુ રખાયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

AIના યુગમાં બ્રિટનની પ્રતિષ્ઠિત કોલેજનો કાગળ અને પેન પર ભાર
  • એકાગ્રતા વધારવા લેપટોપનો ઉપયોગ મર્યાદિત કરાયો
  • 1382માં સ્થાપિત કોલેજના વિદ્યાર્થીઓએ હોમવર્ક પેન અને પેપરથી જ કરવાનું હોય છે : માર્ક્સમાં સુધારો જોવા મળ્યા

લંડન : બ્રિટનની હેમ્પશાયર સ્થિત પ્રતિતિ વિન્ચેસ્ટર કોલેજે લેપટોપ અને અન્ય ડિજિટલ સ્ક્રીનનો ઉપયોગ ઘટાડયો છે. તેમણે પેન, પેપર અને ટેક્સ્ટ બુક્સ દ્વારા અભ્યાસને પ્રાથમિકતા આપવાની નીતિ અપનાવી છે. વર્ષ૧૩૮૨માં સ્થાપિત કોલેજમાં ૧૩થી ૧૮ વર્ષની ઉંમરના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સપ્ટેમ્બર ૨૦૨૫થી શિક્ષકોને લેપટોપનો ઉપયોગ ત્યારે જ કરવાનું કહેવામાં આવ્યું છે, જ્યારે તેની ખાસ જરૂર હોય. ધોરણ ૯ અને ૧૦ના વિદ્યાર્થીઓએ તેમનું હોમવર્ક પેન અને કાગળથી જ કરવાનું હોય છે. વિન્ચેસ્ટર કોલેજના જણાવ્યા અનુસાર, લેપટોપ પર એકસાથે અનેક પ્રવૃત્તિઓ કરવાથી વિદ્યાર્થીઓનું ધ્યાન ભટકે છે. દિવસના પહેલા ક્લાસ દરમિયાન ઘણા વિદ્યાર્થીઓ ઇમેઇલ ચેક કરવામાં સમય વિતાવતા હતા. આ ફેરફાર બાદ વિદ્યાર્થીઓની એકાગ્રતામાં સુધારો જોવા મળ્યો છે. હોમવર્ક પણ ઓછા સમયમાં પૂરું થતું હોવાનું જણાવાયું છે. ગણિતમાં ૩ડી મોડેલિંગ, ભૂગોળમાં હવામાન અને આબોહવાનાં ડિજિટલ સિમ્યુલેશન તથા ભાષા શીખવા માટેનાં ફ્લેશકાર્ડ જેવા કામમાં કમ્પ્યુટરનો ઉપયોગ ચાલુ રાખવામાં આવ્યો છે. ડિસ્લેક્સિયા કે ડિસગ્રાફિયા જેવી શીખવાની મુશ્કેલીઓ ધરાવતા વિદ્યાર્થીઓને પણ જરૂર મુજબ ડિજિટલ સ્ક્રીન વાપરવાની છૂટ છે.