World

ઇરાન વિરુધના યુધ્ધમાં બ્રિટન, ફ્રાંસ અને જર્મની ઇઝરાયેલ અને યુએસને મદદ કરશે

By GS TEAM
2 Mar 20262 mins read
ઇરાન વિરુધના યુધ્ધમાં બ્રિટન, ફ્રાંસ અને  જર્મની ઇઝરાયેલ અને યુએસને મદદ કરશે

પેરિસ,2 માર્ચ,2026,સોમવાર 

રવીવારે ઇરાનના ટોચના સુરક્ષા અધિકારી અલી લારીજાની અમેરિકા સાથે વાતચિતનો સ્પષ્ટ ઇન્કાર કરતી પોસ્ટ સોશિયલ સાઇટ એકસ પર લખી હતી. લારીજાનીએ નવા નેતૃત્વ સાથે વાત કરવા માટે તૈયાર હોવાના અમેરિકી રાષ્ટ્રપતિના સંકેતના સંદર્ભે કરી હતી. એક બાજુ ઇરાન એકલું એક કરતા વધુ મોરચે લડી રહયું છે તેમ છતાં અમેરિકા અને ઇઝરાયેલને જર્મની,ફ્રાંસ અને બ્રિટન દેશના નેતાઓએ મધ્ય પૂર્વમાં પોતાના હિતોને ધ્યાનમાં રાખીને વૉચ રાખી રહયા છે. ૧ માર્ચના રોજ મધ્ય પૂર્વના અનેક દેશોમાં ઇરાને મિસાઇલ હુમલો કરતા જર્મની, ફ્રાંસ અને બ્રિટન ભાગીદારોના હિતોનું રક્ષણ કરવા શકય હશે તેવા સ્થળોએ મિસાઇલ અને ડ્રોન ફાયર કરતા ખચકાશે નહી.

ત્રણેય દેશોએ અમેરિકા અને અન્ય સાથીદાર દેશોની સાથે રહીને કામ કરવા પર સંમતિ દર્શાવી છે. બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મર કહયું હતું કે ઇરાન વિરુધ આત્મરક્ષા માટે અમેરિકાને બ્રિટિશ  આર્મીના અડ્ડાનો ઉપયોગ કરવાની અનુમતિ છે. સોશિયલ સાઇટ એકસ પર એક વીડિયો પોસ્ટમાં સ્ટાર્મરે લખ્યું કે અમેરિકાએ  ખાસ અને સીમિત સુરક્ષાત્મક ઉદ્દેશ માટે બ્રિટિશ હવાઇ અડ્ડાઓના ઉપયોગની મંજૂરી માગી છે. આ દરખાસ્ત પર વિચાર કરીને સ્વીકારી પણ લીધી છે. આ મંજુરીનો હેતું ઇરાનને મિસાઇલ ફાયર કરતું રોકવાનો તથા તેની સામે રક્ષણ કરવાનો છે. સાઉદી અરબ,યુએઇ,કતાર અને બહેરીન જેવા દેશો યુરોપના મહત્વના ભાગીદાર દેશો છે.

અમેરિકા અને ઇઝરાયેલના હુમલા પછી સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલી ખોમેનીઇના મુત્યુ પછી ઇરાન ઇઝરાયેલ સહિતના અમેરિકા સમર્થક દેશો પર હુમલા કરી રહયું છે. રવિવારના રોજ ઇરાને મધ્ય પૂર્વથી દૂર સાઇપ્રસમાં પણ અમેરિકન આર્મીના થાણા પર હુમલો કર્યો હતો.  નિષ્ણાતોનું માનવું છે કે ઇરાન સાથેના યુધ્ધમાં બ્રિટન અને ફ્રાંસ જેવા દેશો પણ જો ભાગ લેશે તો યુધ્ધ વધારે વકરશે.  ઇરાન ભલે યુધ્ધ જીતી ના શકે પરંતુ મિસાઇલ ટેકનોલોજીથી પરેશાન જરુર કરશે. ઇરાનનું ભવિષ્ય આયાતોલ્લાહ ખોમેનીઇ પછી ના શાસકોના વલણ પર આધાર રાખે છે.