World

મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય દ્રષ્ટિએ પણ તંગદિલી ઘટતાં બ્રેન્ટ ક્રૂડ 3.12 ટકા અને વેસ્ટ ટેક્ષાસ ક્રૂડ 3.88 ટકા ઘટયું

By GS Team
27 May 20262 mins read
મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય દ્રષ્ટિએ પણ તંગદિલી ઘટતાં બ્રેન્ટ ક્રૂડ 3.12 ટકા અને વેસ્ટ ટેક્ષાસ ક્રૂડ 3.88 ટકા ઘટયું

- અમેરિકા ઇરાન શાંતિ મંત્રણાને પગલે તંગદિલી ઘટતાં વૈશ્વિક બજારમાં તેલના ભાવ, 3 ટકાથી પણ વધુ ઘટયા

- નિરીક્ષકો કહે છે : આશા રાખીએ કે યુદ્ધ ફરી ન ભડકે નહીં તો ફરી ક્રૂડના ભાવ વધતાં વૈશ્વિક અર્થતંત્રમાં અફડા તફડી મચી જશે.

નવી દિલ્હી : ક્રૂડ ઑઇલ ટ્રેડર્સ ઇરાન-અમેરિકા શાંતિ મંત્રણા ઉપર સતત નજર રાખી રહ્યા છે. તેથી ઇરાન-અમેરિકા શાંતિ મંત્રણામાં પ્રગતિ સધાઈ રહી હોવાના સમાચારના પગલે તેમજ મધ્યપૂર્વમાં ભૂ રાજકીય દ્રષ્ટિએ પણ સ્થિતિ શાંત બનતાં વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવમાં ૩ ટકાથી વધુ ભાવ ઘટાડો થયો છે.

પ્રાપ્ય માહિતી પ્રમાણે દક્ષિણ કોરિયાનાં એક જહાજ ઉપર ઇરાન દ્વારા કરાયેલા મિસાઇલ હુમલાની આ ભાવ ઘટાડા ઉપર કોઈ અસર થઇ નથી.

તે સત્ય છે કે હજી શાંતિ-મંત્રણા સફળ થઇ નથી. મંત્રણા ચાલી રહી છે. તેમાં હજી ઇરાનના પરમાણુ કાર્યક્રમ અંગેની મડાગાંઠ ઉકલી પણ નથી છતાં વિશ્વને આશા છે કે તે મડાગાંઠ ઉકલી જશે જ. આ આશાને લીધે તેમ જ મધ્ય પૂર્વમાં ભૂ-રાજકીય દ્રષ્ટિએ તંગદિલી ઘટતાં વૈશ્વિક બજારોમાં તેલના ભાવ ઘટી રહ્યા છે.

તાજેતરમાં મળેલી માહિતી પ્રમાણે બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર્સ ૩.૧૨ ટકા ઘટી ગયા છે. એટલે કે બેરલ દીઠ ભાવ ૯૬.૪૭ ડૉલર, અને યુ.એસ. વેસ્ટ ટેક્ષાસ ઇન્ટરમીડીયેટ (ડબલ્યુ ટી.આઈ.) ૩.૬૪ ટકાથી પણ ઘટી ૩.૮૮ ટકા સુધી નીચે જતાં તે ક્રૂડ ઓઇલના ભાવ બેરલ દીઠ ૯૦.૨૫ ડૉલર જેટલા નીચા ગયા છે.