World

બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયામાં ખાંડની કટોકટી સર્જાઈ

By GS Team
24 Aug 20262 mins read
TukuTouch Logo
વિશ્વમાં ખાંડની તીવ્ર અછત સર્જાતા ભાવ વધારાની ભીતિ છે. બ્રાઝિલમાં ક્રૂડ ઓઇલના ભાવ વધતા સરકારે ખેડૂતોને શેરડીમાંથી ઇથેનોલ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કર્યા છે. પરિણામે, બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન 3% ઘટવાની શક્યતા છે, જે 4.3 કરોડ ટન જેટલું ઓછું થશે. 'અલ નીનો'ની અસરથી થાઈલેન્ડ જેવા અન્ય ઉત્પાદક દેશોમાં પણ ઉત્પાદન ઘટવાની આશંકા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બ્રાઝિલે પણ ઈથેનોલમાંથી પેટ્રોલ બનાવતા દુનિયામાં ખાંડની કટોકટી સર્જાઈ

Why Suger Price Hike : ભારતમાં તહેવારોની મોસમ શરૂ થવાની સાથે જ ખાંડના ભાવ વધવાથી લોકોની તહેવારોની મઝા કડવી થઈ ગઈ છે. જોકે, આ સ્થિતિ માત્ર ભારતમાં જ છે એવું નથી. આખી દુનિયામાં ખાંડની અછત સર્જાતા ખાંડની કટોકટી ઊભી થઈ છે અને ખાંડના ભાવ વધવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. દુનિયામાં ખાંડની અછત માટે બ્રાઝિલને જવાબદાર ગણાઈ રહ્યું છે. ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચતા બ્રાઝિલ પણ ઈથેનોલના ઉત્પાદન તરફ વળતા બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાની આશંકા છે, જેની અસર દુનિયા પર પડી શકે છે.

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા છે. હોર્મુઝ કટોકટીનો હજુ સુધી કોઈ અંત નહીં આવ્યો હોવાથી ફરી એક વખત ક્રૂડ ઓઈલના ભાવ વધવાની આશંકા છે. આથી બ્રાઝિલ સરકારે કેડૂતોને શેરડીના ખેડૂતોને ખાંડના બદલે ઈથેનોલના ઉત્પાદન તરફ વળવા પ્રોત્સાહિત કર્યા છે.

બ્રાઝિલે જુલાઈના અંત સુધીમાં પેટ્રોલમાં ઈથેનોલના મિશ્રણનો દર વધારીને 32 ટકા કરી દીધો છે, જે એક મહિના પહેલા ૩૦ ટકા અને એક વર્ષ પહેલા 27 ટકા હતો. અમેરિકન ડિપાર્ટમેન્ટ ઓફ ફોરેન એગ્રીકલ્ચર સર્વિસના ડેટા મુજબ દુનિયામાં શેરડીના કુલ ઉત્પાદનમાં બ્રાઝિલનો હિસ્સો 24 ટકા અને ભારતનો 16 ટકા છે.

બ્રાઝિલમાં ઈથેનોલના ઉત્પાદન માટે શેરડીનો ઉપયોગ વધતા ખાંડનું ઉત્પાદન ત્રણ ટકા ઘટવાની શક્યતા છે એટલે કે ખાંડનું ઉત્પાદન લગભગ 4.3 કરોડ ટન ઘટવાનો અંદાજ છે તેમ બ્રાઝિલની નેશનલ સપ્લાય કંપની કોનાબના અહેવાલમાં જણાવાયું છે.

ઈથેનોલની સાથે બ્રાઝિલમાં અલ નીનોના કારણે મધ્ય અને દક્ષિણ ભાગમાં વરસાદમાં વિલંબ અને તાપમાન વધવાના કારણે શેરડીની ઉપજ પર અસર પડી છે. બ્રાઝિલમાં ખાંડનું ઉત્પાદન ઘટવાથી દુનિયાભરમાં ખાંડની સપ્લાય ચેઈન પર અસર પડવાની શક્યતા છે. આ સિવાય વેલોર આંતરરાષ્ટ્રીય રિપોર્ટ મુજબ આ વર્ષે અલ નીનોના કારણે થાઈલેન્ડ, યુરોપીયન યુનીયન જેવા અન્ય શેરડી ઉત્પાદક દેશોમાં પણ શેરડીનું ઉત્પાદન ઘટવાની આશંકા છે. આ કારણોથી દુનિયાભરમાં આગામી સમયમાં ખાંડની કટોકટી સર્જાવાની શક્યતા છે.