Get The App

કેલિફોર્નિયામાં ગુમ ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો

Updated: Feb 15th, 2026

GS TEAM

Google News
Google News
કેલિફોર્નિયામાં ગુમ ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો 1 - image

સાકેતની છ દિવસથી શોધખોળ કરાઇ રહી હતી

આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીનું જીવન અઘરૂ હોય છે, સાકેતે કાળજી રાખવાનું છોડી દીધુ હતું : મિત્રનો દાવો

બર્કલે: અમેરિકાના કેલિફોર્નિયામાં યુસી બર્કલેમાં અભ્યાસ કરતો ભારતીય વિદ્યાર્થી મૃત અવસ્થામાં મળી આવ્યો છે. છેલ્લા છ દિવસથી ભારતીય યુવક ગૂમ હતો. જેની શોધખોળ માટે સમગ્ર બર્કલેનું તંત્ર દોડતું થઇ ગયું હતું. એક તળાવમાંથી આ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે.  

કર્ણાટકનો  સાકેત શ્રીનિવાસૈયા આઇઆઇટી મદ્રાસમાંથી બીટેકનો અભ્યાસ કરી અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયો હતો અને કેલિફોર્નિયાના બર્કલેમાં માસ્ટર ડિગ્રી લઇ રહ્યો હતો. નવ ફેબુ્રઆરીથી તે ગૂમ હતો. યુનિવર્સિટી કેમ્પસ પાસેથી તેના પાસપોર્ટ અને લેપટોપ મળી આવ્યા હતા. જે બાદ નજીકના તળાવમાં તપાસ કરતા ત્યાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. 

સાકેતની સાથે રહેતા રૂમમેટ બનીત સિંહે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે દાવો કર્યો હતો કે મારા મિત્ર સાકેતે આત્મહત્યા કરી લીધી હતી, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીનું જીવન બહુ જ અઘરુ હોય છે, બે સપ્તાહ પહેલા જ સાકેતનુ મૂડ બદલાઇ ગયું હતું, તેણે પોતાની દેખરેખ રાખવાનું બંધ કરી દીધુ હતું.

 તેણે ખાવાનું ઓછુ કરી નાખ્યુ અને માત્ર ચિપ્સ અને બિસ્કિટ પર જીવતો હતો. જોકે સાકેતનું મોત ખરેખ આત્મહત્યા છે કે કોઇ બીજુ કારણ તેની પોલીસ દ્વારા સત્તાવાર કોઇ માહિતી જાહેર કરવામાં નથી આવી, તેના મૃતદેહના પીએમ રિપોર્ટમાં વધુ વિગતો સામે આવી શકે છે.