Get The App

બાંગ્લાદેશમાં BJP પણ એક સીટ પર વિજયી. સોશ્યલ મીડિયા પર તે ખૂબ વાયરલ બની રહી

Updated: Feb 14th, 2026

GS TEAM

Google News
Google News
બાંગ્લાદેશમાં BJP પણ એક સીટ પર વિજયી. સોશ્યલ મીડિયા પર તે ખૂબ વાયરલ બની રહી 1 - image

આંચકો ખાવાની જરૂર નથી. ભારતીય જનતા પાર્ટીએ તે સીટ જીતી નથી પરંતુ બાંગ્લાદેશ જાતીય પાર્ટી જેનું ટૂંકુ નામ BJP છે તે જીતી છે

ઢાકા, નવી દિલ્હી: બાંગ્લાદેશની સંસદીય ચૂંટણીમાં બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (બીએનપી)એ સ્પષ્ટ બહુમત મેળવ્યો છે. સાથે તેમ પણ કહીએ કે એક સીટ બીજેપીએ પણ જીતી છે તો આપને આંચકો જ લાગશે. પરંતુ તેમાં એક ટ્વિસ્ટ છે. તે ભારતનો સત્તાધારી પક્ષ બીજેપી નહીં પરંતુ બાંગ્લાદેશ જાતીય પાર્ટીએ તે સીટ જીતી છે. તે પાર્ટીનું શોર્ટ ફોર્મ પણ બીજેપી જ થાય છે.

ભારતમાં તો ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સત્તાધારી પાર્ટી છે. જ્યારે બાંગ્લાદેશમાંની બીજેપીએ તો ૨૯૯માંથી એક જ સીટ જીતી છે. (કુલ ૩૦૦ સીટ પૈકી એક સીટના ઉમેદવારનું નિધન થતાં ૨૯૯ સીટ પર ચૂંટણી લડવામાં આવી હતી.)

આ ૨૯૯ બેઠકો પૈકી તારિક રહેમાનની પાર્ટી બી.એન.પી.એ. ૨૦૯ બેઠકો મેળવી ઇતિહાસ સર્જી દીધો છે. તારિક રહેમાન વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે.

બીએનપીના સાથી પક્ષોએ ૪ સીટ જીતી છે તથા બીજેપીએ એક સીટ જીતી છે. તેથી બીએનપી ગઠબંધનની સંખ્યા ૨૧૨ સીટ સુધી પહોંચી ગઈ છે.

સંસદની સીટ ઉપરાંત બીજેપીએ બારીસલ ડીવીઝનની અંદાલીવ ભોલ-૧ ની વિધાનસભાની બેઠક પણ જીતી છે. ત્યાં બીજેપીના મુખીયા રહેમાન પાર્થો બીજીવાર વિજયી થયા છે. તેનો વ્યવસાયે વકીલ છે. તે વિધાનસભા બેઠકની ચૂંટણીમાં પાર્થોને ૧,૦૫,૫૪૩ વોટ મળ્યા જ્યારે જમાત એ ઇસ્લામીના ઉમેદવારને ૭૫,૩૩૭ મત મળતાં પાર્થો ૩૦ હજાર મતથી વિજયી થયા હતા.

પાર્થોના પિતા, નઝર ઉર રહેમાન મંજૂરે ૧૯૭૧નાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી તે પછી તેઓ મંત્રી પણ બન્યા હતા. ૨૦૦૧માં જાતીય પાર્ટીથી જુદા પડી તેમણે બાંગ્લાદેશની જાતીય પાર્ટી બનાવી હતી. તેમના પુત્ર રહેમાન પાર્થોએ ૨૦૦૮માં ભોલા-૧ વિધાનસભા સીટ જીતી હતી. તે વખતની ચૂંટણીમાં તેઓ દેશના યુવાન વર્ગના નેતા બની રહ્યા હતા.