બુડાપેસ્ટ,13 એપ્રિલ,2026,સોમવાર
યુરોપીયન દેશ હંગેરીના ચૂંટણી પરિણામોમાં વડાપ્રધાન વિકટર ઓર્બાનની હાર થતા મોટી રાજકીય ઉથલ પાથલ સર્જાઇ છે. સંસદિય ચૂંટણીમાં નવોદિત વિપક્ષી દળ ટીસ્ઝા પાર્ટીને બે તૃતિયાંશ જેટલી બેઠકો મળી રહી છે. ૮૯ ટકા જેટલા મતોની ગણતરી થઇ ત્યારે ટીસ્જાપાર્ટીને ૧૯૯માંથી ૧૩૮ બેઠકો મળી હતી જયારે ઓર્બાનની ફિડેઝ પાર્ટીને માત્ર ૫૪ બેઠકો પર વિજય થયો હતો.
યુરોપ સર્મથક ટીસ્ઝા પાર્ટીની જીત નિશ્ચિત થતા હંગેરીમાં ૧૬ વર્ષ પછી પ્રથમવાર સત્તા પરિવર્તન થયું છે. રશિયા સમર્થક ગણાતા ઓર્બાને યુક્રેન યુધ્ધમાં યુરોપીય સંઘોએ યુક્રેનની કરેલી મદદના વિરોધી હતી. હંગેરીને ફર્સ્ટ રાખવાની નીતિઓને વરેલા હતા. યુરોપમાં તેમની છાપ ઘોર કટ્ટરપંથી તરીકેની હતી. યુરોપિયન દેશો સાથે મતભેદો રહેતા હતા. ૧૬ વર્ષ પછી એક નવોદિત રાજકીય પાર્ટીએ હરાવી દીધા છે. ઓર્બાનને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. આર્્બાને હંગેરીના ચૂંટણી પરિણામોમાં હાર સ્વીકારીને નવી વિજેતા પાર્ટીને અભિનંદન આપ્યા હતા.


