ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મામલે મોટો ખુલાસો, લીક ઓડિયોમાં ગોલ્ડી બરાડીની કબૂલાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Goldy Brar Confesses Nijjar Murder: ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. ખાલિસ્તાની સમર્થક આતંકવાદી પરમજીત સિંહ પમ્મા સાથેની વાતચીતના એક લીક ઓડિયોમાં, ગેંગસ્ટર ગોલ્ડી બરાડે જૂન 2023માં કેનેડામાં આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાની કબૂલાત કરી છે.
ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મામલે મોટો ખુલાસો
બરાડે કહ્યું કે, ડ્રગ્સ તસ્કરી અને નશાકારક દવાઓના વપરાશને પ્રોત્સાહન આપવામાં સામેલ હોવાના કારણે નિજ્જરને નિશાન બનાવાયો હતો. ગુપ્તચર સૂત્રોએ પુષ્ટિ કરી છે કે, લીક થયેલા ઓડિયોમાં અવાજ બરાડનો જ હતો.
ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા સહિત ભારતમાં અનેક હત્યાના ગુનામાં વાંછિત બરાડને એવું કહેતો સાંભળી શકાય છે કે, નિજ્જર દ્વારા કિશોરોમાં ડ્રગ્સને પ્રોત્સાહન આપવાના કૃત્યથી તે નારાજ હતો.
આ વાત 'ઓપરેશન હાર્ડબોલ' દરમિયાન સામે આવી, જે આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સિન્ડિકેટ વિરુદ્ધ અમેરિકા અને કેનેડાની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું એક સંયુક્ત અભિયાન હતું. તપાસમાં બરાડ અને લોરેન્સ બિશ્નોઈને નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા, જેનાથી આ હાઈ-પ્રોફાઈલ હત્યાને રાજ્ય-પ્રાયોજિત હત્યાના બદલે ગેંગવોર સાથે જોડાયેલી ઘટના તરીકે જોવામાં આવી.
લીક ઓડિયોમાં ગોલ્ડી બરાડની કબૂલાત
બરાડને પમ્મા સાથે એવું કહેતો સાંભળી શકાય છે કે, 'જે લોકોએ 16-17 વર્ષના બાળકોને ડ્રગ્સ વેચવા માટે તૈયાર કર્યા અને ઉશ્કેર્યા, જેમણે યુવાનોને ડ્રગ્સ વેચવા તથા બાતમીદાર બનાવવા માટે બ્લેકમેલ કર્યા, નિજ્જરે એવા લોકોનું સમર્થન કર્યું અને તેમને મજબૂત કર્યા જેથી જરૂર પડે ત્યારે તેમનો ઉપયોગ કરી શકાય. આ જ કારણે મારે અને મારી ટીમે નિજ્જરની હત્યા કરવી પડી, કારણ કે આ લોકો યુવાનોનો ઉપયોગ ડ્રગ્સ વેચવા માટે કરી રહ્યા હતા. સારું હોય કે ખરાબ, દરેક વ્યક્તિએ પોતાના કર્મોનું પરિણામ ભોગવવું જ પડે છે.'
નિજ્જરની હત્યાના મામલે ઓપરેશન હાર્ડબોલ હેઠળ બરાડ અને લોરેન્સ પર આરોપ લાગ્યા બાદ સામે આવેલી બરાડની આ કબૂલાત કેનેડા પોલીસની શરૂઆતી તપાસ સાથે પણ મેળ ખાય છે, જેમાં ગેંગની પરસ્પર દુશ્મનાવટનો સંકેત મળ્યો હતો.









