વ્હાઇટ હાઉસમાં સટ્ટાબાજી કૌભાંડ: ટ્રમ્પ શું બોલશે તે પહેલાંથી જાણીને લગાવી બાજી, હવે 1.64 કરોડનો દંડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

White House Teleprompter Operator Gabriel Perez Fine: વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ટેલિપ્રોમ્પ્ટર ઓપરેટર પર અમેરિકન રેગ્યૂલેટર 'કોમોડિટી ફ્યૂચર ટ્રેડિંગ કમિશન' (CFTC) એ કુલ 1,72,000 યુએસ ડોલર (આશરે ₹1.64 કરોડ) નો દંડ ફટકાર્યો છે. આ પૂર્વ કર્મચારી ડોનાલ્ડ ટ્રમ્પના ભાષણોની ગોપનીય માહિતીના આધારે ગેરકાયદે સટ્ટો લગાવતો હોવાનું સામે આવ્યુ છે. ગેબ્રિયલ પેરેઝ નામના આ ઓપરેટરે સટ્ટાબાજી દ્વારા જે કમાણી કરી હતી, તે દંડ સાથે પાછી આપવી પડશે. ગેબ્રિયલ વ્હાઇટ હાઉસની અંદરની માહિતીનો ઉપયોગ કરીને અગાઉથી અનુમાન લગાવતો હતો કે, ટ્રમ્પ તેમના આગામી ભાષણમાં કયા શબ્દો કે દેશોનો ઉલ્લેખ કરશે.
2025 થી 2026 સુધી લગાવ્યો સટ્ટો
અહેવાલો મુજબ, સટ્ટો લગાવવા માટે ગેબ્રિયલ 'કાલશી' (Kalshi) નામના પ્રેડિક્શન પ્લેટફોર્મનો ઉપયોગ કરતો હતો. ડિસેમ્બર 2025 થી ફેબ્રુઆરી 2026 સુધી તેણે ટ્રમ્પના ભાષણો પર સટ્ટો લગાવ્યો હતો. કાલશી કંપનીની ફરિયાદ બાદ અમેરિકી કમિશને આ કડક પગલું ભર્યું છે.
CFTCએ કડક કાર્યવાહી કરી
કાલશી અને ગેબ્રિયલ વચ્ચેનો વિવાદ CFTC સમક્ષ પહોંચ્યો હતો. CFTC એ મામલાનો નિકાલ લાવતા ગેબ્રિયલ પર 1,72,000 ડોલરનો દંડ ફટકાર્યો છે. આ રકમમાં 1,07,539 યુએસ ડોલર (આશરે ₹1.02 કરોડ) સટ્ટાથી કમાયેલો નફો છે, અને 65,000 યુએસ ડોલર (આશરે ₹62 લાખ) પેનલ્ટી છે. આ ઉપરાંત, તેને ત્રણ વર્ષ માટે ટ્રેડિંગમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.
'મેન્શન માર્કેટ' શું છે?
કંપનીએ જણાવ્યું કે, આ એક એવું માર્કેટ (Mention Market) છે, જ્યાં સ્પીકર પોતાના ભાષણમાં કયા ચોક્કસ શબ્દ, દેશનું નામ કે નારાનો ઉપયોગ કરશે તેની આગાહી પર સટ્ટો રમાય છે. નેતાઓના આવા નિવેદનોથી ફોરેન એક્સચેન્જ અને ઓઇલ માર્કેટ પર અસર પડે છે. એકાઉન્ટ ડેટાની તપાસ દરમિયાન આ ગોટાળો સામે આવ્યો હતો. મહત્વનું છે કે, ટેલિપ્રોમ્પ્ટર એ એક એવું ઉપકરણ છે, જેના પર ભાષણની સ્ક્રિપ્ટ ચાલે છે અને નેતાઓ તેને જોઈને પોતાનું નિવેદન આપતા હોય છે.




