World

મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે બાંગ્લાદેશમાં મોબાઇલ નેટવર્ક ઠપ થવાનો ખતરો! જનજીવન અસ્તવ્યસ્ત

By GS TEAM
21 Apr 20262 mins read
TukuTouch Logo
બાંગ્લાદેશ તેની તેલ અને ગેસની જરૂરિયાત માટે 95% આયાત પર નિર્ભર છે, જે મુખ્યત્વે મિડલ ઈસ્ટથી આવે છે. હોર્મુઝ શિપિંગ રૂટ બંધ થતાં બાંગ્લાદેશમાં ઈંધણની ભારે અછત સર્જાઈ છે. સરકાર દ્વારા ડિઝલના ભાવમાં 15% નો વધારો કરવા છતાં સ્થિતિ સુધરી રહી નથી.

Summarized by AI; it may make mistakes. Check important info

મિડલ ઈસ્ટ યુદ્ધના કારણે બાંગ્લાદેશમાં મોબાઇલ નેટવર્ક ઠપ થવાનો ખતરો! જનજીવન અસ્તવ્યસ્ત

Bangladesh Fuel Crisis 2026: ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં સ્થિતિ બેકાબૂ બની રહી છે. હોર્મુઝની ખાડીમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે તેલનો પુરવઠો ખોરવાતાં 17 કરોડની વસ્તી ધરાવતો આ દેશ અંધકાર તરફ ધકેલાઈ રહ્યો છે. ઢાકા સહિતના મુખ્ય શહેરોમાં પેટ્રોલ પંપો પર 12-12 કલાક લાંબી લાઇનો લાગી રહી છે.

95% આયાત પર નિર્ભરતા પડી ભારે

બાંગ્લાદેશ તેની તેલ અને ગેસની જરૂરિયાત માટે 95% આયાત પર નિર્ભર છે, જે મુખ્યત્વે મિડલ ઈસ્ટથી આવે છે. હોર્મુઝ શિપિંગ રૂટ બંધ થતાં બાંગ્લાદેશમાં ઇંધણની ભારે અછત સર્જાઈ છે. સરકાર દ્વારા ડિઝલના ભાવમાં 15%નો વધારો કરવા છતાં સ્થિતિ સુધરી રહી નથી.

ડેટા સેન્ટર્સ પાસે ડિઝલ નથી ઇન્ટરનેટ પર જોખમ

બાંગ્લાદેશના મોબાઇલ ટેલિકોમ ઓપરેટર્સના સંગઠને(AMTOB) ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ડિઝલ નહીં મળે તો આખું નેટવર્ક ઠપ થઈ જશે. વીજળી કાપ દરમિયાન નેટવર્ક ટાવર અને ડેટા સેન્ટર્સ ચલાવવા માટે ડિઝલ જનરેટરનો ઉપયોગ થાય છે. એક ડેટા સેન્ટર દર કલાકે 500થી 600 લીટર ડિઝલ વાપરે છે. અત્યારે બાંગ્લાદેશમાં રોજનો 5થી 8 કલાકનો પાવર કટ ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: 24 જ કલાકમાં બાળકોની ‘ડિલિવરી’ કરતી ગેંગનો પર્દાફાશ, બનાસકાંઠા પોલીસે તેલંગાણાથી 3ને દબોચ્યા

માત્ર ઇન્ટરનેટ જ નહીં, અર્થતંત્ર પણ ડૂબશે

જો ડેટા સેન્ટર્સ બંધ થશે તો તેની સાંકળ જેવી અસર આખા દેશ પર પડશે. મોબાઇલ ફાયનાન્શિયલ સર્વિસ (MFS) અને SMS બૅન્કિંગ સંપૂર્ણ બંધ થઈ શકે છે. બાંગ્લાદેશની અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ ગણાતા ગાર્મેન્ટ સેક્ટરમાં ઉત્પાદન પહેલા જ 30% ઘટી ગયું છે. કૉલિંગ અને ડેટા સુવિધા બંધ થવાથી 17 કરોડ લોકોનો સંપર્ક દુનિયાથી તૂટી જશે.

હોર્મુઝમાં તણાવ ક્યારે આવશે શાંતિ?

અમેરિકા અને ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં ચાલેલી વાટાઘાટો નિષ્ફળ રહ્યા બાદ હોર્મુઝમાં તણાવ ચરમસીમા પર છે. જ્યાં સુધી આ રૂટ પર જહાજોની અવરજવર સામાન્ય નહીં થાય, ત્યાં સુધી બાંગ્લાદેશ જેવા દેશો માટે આ સંકટ ટળવું અશક્ય જણાય છે. બાંગ્લાદેશની સ્થિતિ એ વાતનો પુરાવો છે કે આજના યુગમાં કોઈ એક ખૂણે ચાલતું યુદ્ધ કેવી રીતે બીજા દેશના ઇન્ટરનેટ અને રોજીંદા જીવનને ઠપ કરી શકે છે.