Get The App

બેલાસ્ટિક મિસાઇલ્સ 1000થી ઓછાં : ડ્રોન પણ ખૂટયાં ઇરાનનો શસ્ત્ર સરંજામ ખલાસ થઇ રહ્યો છે : રીપોર્ટ

Updated: Mar 7th, 2026

GS TEAM

Google News
Google News
બેલાસ્ટિક મિસાઇલ્સ 1000થી ઓછાં : ડ્રોન પણ ખૂટયાં ઇરાનનો શસ્ત્ર સરંજામ ખલાસ થઇ રહ્યો છે : રીપોર્ટ 1 - image

- યુરેશિયા ગ્રુપના ઇયાન બ્રેસરના જણાવ્યા પ્રમાણે ઇરાનની લૉન્ચ સુવિધાને પણ નુકસાન થયું છે : ઇન્ટર સેપ્ટર્સ પણ ખતમ થયાં : યુદ્ધ જહાજો ડૂબી રહ્યાં છે

નવી દિલ્હી : ઇરાન ઇઝરાયેલ સંઘર્ષે સમગ્ર દુનિયાની ઊંઘ ઊડાડી દીધી છે : આ સંઘર્ષ ક્યારે અને કેવો વળાંક લેશે તે નિશ્ચિત કહી શકાય તેમ નથી. પ્રશ્ન તે જ બહુ મહત્ત્વનો છે કે આ યુદ્ધ કેટલો સમય ચાલશે ?

યુરેશિયા ગ્રુપના અધ્યક્ષ ઇયાન બ્રેમરનું કહેવું છે કે માત્ર સાત દિવસમાં જ ઇરાનની શસ્ત્ર ક્ષમતા નિર્બળ દેખાવા લાગી છે. ગ્રાઉન્ડ અને સૈન્ય સ્થિતિ એટલી ઝડપથી બદલાઈ રહી છે કે આગામી દિવસોમાં સંઘર્ષ કેવો વળાંક લેશે તે કોઈ કહી શકે તેમ નથી.

શઘ્ફ ને આપેલા એક એક્સ્લુઝિવ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ સપ્તાહના પ્રારંભે જેટલી સંખ્યામાં ઇરાન ડ્રોન વહેતાં મુકતું હતું તેટલાં ડ્રોન  આ સપ્તાહના અંતમાં છોડી શક્તું નથી. બેલાસ્ટિક મિસાઇલ્સ બધું થઇને ૧૦૦૦થી ઓછાં છે. જો કે તેનો અર્થ તેવો પણ ન કરી શકાય કે યુદ્ધ ખતમ થઇ ગયું છે. જો કે ઇરાનનની લૉન્ચ ફેસીલીટી પૈકી ઘણી તબાહ થઇ ગઇ છે. સાથે ઇન્ટર સેપ્ટર્સ પણ ઘટી રહ્યાં છે તેથી એક જ ડ્રોન ટીટ ભારે સંકટ ઊભું કરી શકે તેમ છે.

બ્રેનરે વધુમાં કહ્યું હિઝબુલ્લાહે માત્ર છ મિસાઇલથી જ આજે આક્રમણનો પ્રારંભ કર્યો. પહેલાં ત્યાં ૪૦, ૫૦, ૧૦૦ મિસાઇલ છોડતા તા. હવે સંખ્યા ઘણી ઘટી ગઈ છે. હૂથી જૂથે કોઈ પ્રતિક્રિયા આપી નથી. જ્યારે કેટલાય લોકોનું માનવું હતું કે હીઝબુલ્લાહ અને હૂથી જો આ યુદ્ધમાં જોડાશે તો તે ગેઇમ ચેન્જર પણ બની શકે. સાથે તે પણ સત્ય છે કે ઇરાનના સહયોગી નેટવર્ક પહેલાં જેવી તાકાત દર્શાવી શક્તાં નથી.