Get The App

નેપાળમાં 'બાલેન યુગ'ની શરૂઆત: 47મા વડાપ્રધાન બન્યા જેન-ઝી લીડર બાલેન શાહ, ભારત સાથે ખાસ કનેક્શન

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
નેપાળમાં 'બાલેન યુગ'ની શરૂઆત: 47મા વડાપ્રધાન બન્યા જેન-ઝી લીડર બાલેન શાહ, ભારત સાથે ખાસ કનેક્શન 1 - image


Balendra shah Nepals New PM: નેપાળના રાજકારણમાં એક ઐતિહાસિક પરિવર્તન આવ્યું છે. રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના યુવા નેતા અને કાઠમાંડુના પૂર્વ મેયર બાલેન્દ્ર શાહ ઉર્ફે બાલેન શાહને નેપાળના 47માં વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલે બંધારણની કલમ 76(1) હેઠળ તેમની નિમણૂક કરી છે.

ભારત સાથેનું ખાસ કનેક્શન કર્ણાટકમાં શિક્ષણ

બાલેન શાહના વ્યક્તિત્વ અને તેમની કાર્યશૈલી પાછળ ભારતનો મોટો પ્રભાવ છે. તેમણે પોતાનું ઉચ્ચ શિક્ષણ ભારતમાં પૂર્ણ કર્યું છે. કાઠમાંડુમાં બેચલર ડિગ્રી મેળવ્યા બાદ, બાલેન શાહ ભારત આવ્યા હતા અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેમણે ભારતની પ્રતિષ્ઠિત વિશ્વેશ્વરૈયા ટેકનોલોજીકલ યુનિવર્સિટી (કર્ણાટક) માંથી સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. ભારતમાં મેળવેલી આ એન્જિનિયરિંગની ડિગ્રી અને ટેકનિકલ સમજને કારણે જ તેમણે કાઠમાંડુના મેયર તરીકે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી વિકાસમાં ક્રાંતિકારી ફેરફારો કર્યા હતા. જેણે તેમને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવામાં મદદ કરી છે.

ભવ્ય શપથ ગ્રહણ અને શંખનાદ

શુક્રવારે બપોરે 12:34 કલાકે બાલેન શાહે હિન્દુ રીતિ-રિવાજ મુજબ પદ અને ગોપનીયતાના શપથ લીધા હતા. આ પ્રસંગે સાત શંખનાદકોએ શંખ ફૂંકીને માંગલિક શરૂઆત કરી હતી. જેને નેપાળી પરંપરામાં સફળતા અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે.

આ પણ વાંચો : Explainer: પેટ્રોલ-ડીઝલ 10 રૂપિયા ટેક્સ ઘટ્યો છતાં ભાવ કેમ ન ઘટ્યા? જાણો એક લિટર ઈંધણના ભાવનો હિસાબ

કે.પી. શર્મા ઓલીની હાર

તાજેતરની ચૂંટણીમાં બાલેન શાહની પાર્ટીએ બે-તૃત્યાંશ બહુમતી સાથે જીત મેળવી છે. બાલેન શાહે પૂર્વ વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીને તેમના જ ગઢ ગણાતા ઝાપા-5માં 49,614 મતોના વિશાળ અંતરથી હરાવ્યા છે. 1991 પછી નેપાળની ચૂંટણીમાં કોઈ ઉમેદવારને મળેલા આ સૌથી વધુ વોટ છે.

મેયરથી વડાપ્રધાન સુધીની સફર

1990માં કાઠમાંડુમાં જન્મેલા બાલેન શાહે 2022માં અપક્ષ ઉમેદવાર તરીકે કાઠમાંડુના મેયરની ચૂંટણી જીતીને સૌને ચોંકાવી દીધા હતા. હવે માત્ર ચાર વર્ષમાં તેઓ દેશના સર્વોચ્ચ પદ પર બિરાજમાન થયા છે. એક એન્જિનિયર તરીકેનું તેમનું વિઝન હવે આખા નેપાળના વિકાસ માટે કામ કરશે તેવી આશા રાખવામાં આવી રહી છે.