World

નાદાર પાકિસ્તાનને માટે માઠા સમાચાર અફઘાનિસ્તાને વેપાર બંધ કરાવી દીધો

By GS TEAM
14 Nov 20251 min read
નાદાર પાકિસ્તાનને માટે માઠા સમાચાર અફઘાનિસ્તાને વેપાર બંધ કરાવી દીધો

- અફઘાન પાક. વચ્ચેના તમામ માર્ગો બંધ કરાયા

- દવાઓ જેવી ચીજો પણ અન્ય માર્ગે અન્ય દેશોમાંથી મંગાવવામાં આવી રહી છે : અફઘાન સરકારના કડક હુકમો

નવી દિલ્હી : નાદાર પાકિસ્તાન હવે ખરેખરૂ ફસાયું છે. અફઘાનિસ્તાનના નાયબ વડાપ્રધાન અને વિત્તમંત્રી મુલ્લાહ અબ્દુલ ગની બરાદરે તેના વ્યાપારીઓ ઉપર ૩ મહિનાની ડેડ-લાઈન મુકી છે, તે દરમિયાન વેપારીઓએ પાકિસ્તાન સાથેનો વેપાર ઘટાડતા જવો પડશે. અને ૩ મહિનાના અંતે વેપાર સદંતર બંધ કરવો પડશે. આ સાથે અફઘાનિસ્તાને, ૩ મહિના પછી તો તે ટ્રેડ-રૂટ સદંતર બંધ કરી દીધા છે.

આ કોઈ રાજકીય પગલું નથી. તેની સ્પષ્ટતા કરતાં બરાદરે જણાવ્યું હતું કે, આ પાછળનો હેતુ, અમારા ઉદ્યોગો, વ્યાપાર અને અફઘાનોના અધિકારોનું રક્ષણ કરવાનો છે.

આ ઉપરાંત વેપારીઓને દવાઓ જેવી મહત્વની ચીજો પણ પાકિસ્તાનમાંથી આયાત કરવાને બદલે અન્ય દેશોમાંથી આયાત કરવા જણાવી દેવાયું છે. તેટલું જ નહીં પરંતુ તે આયાતો પાકિસ્તાનના માર્ગેથી નહીં પરંતુ અન્ય દેશોના માર્ગે આયાત કરવા હુકમ કરાયો છે. વિમાનો પણ પાકિસ્તાનના માર્ગેથી નહીં પણ ઇરાન જેવા પાડોશના દેશો ઉપરથી લાવવા હુકમ કરાયો છે.