Get The App

ઓઈલની સંકટ અસર: ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ કહ્યું- હજુ મુશ્કેલી વધશે

Updated: Mar 27th, 2026

GS TEAM

Google News
Google News
Australia Fuel Crisis


(IMAGE - IANS)

Australia Fuel Crisis: ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે વધી રહેલા તણાવની અસર હવે ઓસ્ટ્રેલિયામાં ઇંધણ સંકટ તરીકે જોવા મળી રહી છે. ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થની અલ્બનીઝે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં હાલ પૂરતો ફ્યુઅલ સપ્લાય સંતોષકારક છે, પરંતુ આગામી મહિનાઓમાં આ સ્થિતિ વધુ મુશ્કેલ બની શકે છે. ખાસ કરીને મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ગ્લોબલ ઓઈલ માર્કેટમાં સપ્લાય ખોરવાઈ રહ્યો છે, જેની સીધી અસર હવે ઓસ્ટ્રેલિયાની અર્થવ્યવસ્થા પર પડી રહી છે.

પીએમ અલ્બનીઝે કરી મજબૂત પ્લાનિંગની જાહેરાત

કેનબરામાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બનીઝે જણાવ્યું કે સરકાર આ સંકટને પહોંચી વળવા માટે મજબૂત યોજના પર રાત-દિવસ કામ કરી રહી છે. ઓસ્ટ્રેલિયા તેની જરૂરિયાતનું 80%થી વધુ પેટ્રોલ, ડીઝલ અને જેટ ફ્યુઅલ એશિયાના દેશોમાંથી ઈમ્પોર્ટ કરે છે. જોકે, એશિયાની રિફાઇનરીઓ જે ક્રૂડ ઓઇલ વાપરે છે તે મુખ્યત્વે મિડલ ઈસ્ટમાંથી હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આવે છે, જે હાલમાં તણાવનું મુખ્ય કેન્દ્ર છે. આ માર્ગ બંધ થવાથી અથવા શિપિંગમાં અવરોધ આવવાથી ઓસ્ટ્રેલિયામાં ઇંધણની ભારે અછત સર્જાઈ શકે છે.

આ પણ વાંચો: વિશ્વમાં વધુ એક નવા યુદ્ધના ભણકારા! ચીને તાઇવાન સરહદે તહેનાત કર્યા ઘાતક 'હથિયાર'

ઓસ્ટ્રેલિયાના 470 સર્વિસ સ્ટેશનો પર ઇંધણ ખૂટ્યું

રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાના આશરે 470 સર્વિસ સ્ટેશનો પર અત્યારથી જ કોઈને કોઈ પ્રકારના ઇંધણની અછત વર્તાઈ રહી છે. આ ગંભીર સ્થિતિને જોતા પીએમ અલ્બનીઝે સોમવારે નેશનલ કેબિનેટની બેઠક બોલાવી છે. બીજી તરફ, વિપક્ષે સરકાર પાસે માંગ કરી છે કે ત્રણ મહિના માટે ફ્યુઅલ એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને અડધી કરવામાં આવે જેથી જનતાને રાહત મળે. જો હોર્મુઝની ખાડી ફરી ખુલે તો પણ શિપિંગ વીમા અને અન્ય ખર્ચ વધવાને કારણે આગામી સમયમાં ઇંધણના ભાવ અને સપ્લાયમાં મુશ્કેલીઓ ચાલુ રહેવાની શક્યતા છે.

ઓઈલની સંકટ અસર: ઓસ્ટ્રેલિયામાં 470 સર્વિસ સ્ટેશનો પર ઈંધણ ખતમ, PMએ કહ્યું- હજુ મુશ્કેલી વધશે 2 - image