આતંકવાદીના હાથમાંથી બંદૂક ઝૂંટવી, અંતિમ શ્વાસ સુધી લડતા રહ્યા... ઑસ્ટ્રેલિયાના બોરિસ-સોફિયાની ભાવુક કહાની
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Australia Terror Attack: ઑસ્ટ્રેલિયાના બોન્ડી બીચ પર થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે. જો કે, આ ઘટનાએ બોરિસ અને સોફિયા ગુરમે જેવા હિંમતવાન નાયકોની વીરતાની ગાથા પણ લખી છે, જેમણે પોતાના પ્રાણની આહુતિ આપીને માનવતા સામેના આતંકવાદી કૃત્યને સીધો પડકાર આપ્યો.
બોન્ડી બીચ પરના આ હુમલામાં 15 લોકોના મોત થયા હતા, પરંતુ 69 વર્ષીય બોરિસ અને 61 વર્ષીય સોફિયા ગુરમેની બહાદુરીની કહાની ઓસ્ટ્રેલિયન મીડિયામાં ગુસ્સા અને ઉદાસીની લાગણી સાથે રજૂ થઈ છે.
આ પણ વાંચો: બોન્ડી બીચ પર પાકિસ્તાની આતંકી પિતા-પુત્રએ માત્ર યહૂદીઓને નિશાન બનાવ્યા
બોરિસ અને સોફિયા ગુરમેની બહાદુરીની ભાવુક કહાણી
ઑસ્ટ્રેલિયામાં રવિવારે બપોરે (14મી ડિસેમ્બર) બોરિસ અને સોફિયા ગુરમે કેમ્પબેલ પરેડમાં ચાલી રહ્યા હતા. અહીં તેમણે એક ફૂટબ્રિજ પાસે પાર્ક કરેલી સિલ્વર કલરની કાર પર હાથથી બનાવેલો ઇસ્લામિક સ્ટેટ (IS)નો ધ્વજ લપેટાયેલો જોયો, જેનાથી તેમને ખતરાનો અંદાજ આવી ગયો.
આતંકવાદી 50 વર્ષીય સાજિદ અકરમ તેની કારમાંથી બહાર નીકળ્યો, ત્યારે નિવૃત્ત મિકેનિક બોરિસ જરાય ડગ્યા નહીં. અકરમે જેવો કારનો દરવાજો ખોલ્યો, કે બોરિસે તેને સિડનીના સૌથી વ્યસ્ત રસ્તા પર ધક્કો મારીને પાડી દીધો. આ દરમિયાન આતંકવાદી અકરમ પાસે બંદૂક હતી. બોરિસે હિંમતભેર તેને પછાડી દીધો અને તેના હાથમાંથી બંદૂક ઝૂંટવી લીધી.
આ ઘટનાથી આસપાસના લોકો છુપાઈ ગયા, પરંતુ બોરિસે બંદૂક ઉપાડીને હુમલાખોર તરફ તાકી. તેમની પત્ની સોફિયાએ પણ હથિયાર કબજે કરવાના હેતુથી આતંકવાદી બંદૂકધારી પર હુમલો કરવામાં બોરિસનો સાથ આપ્યો. થોડા સમયના સંઘર્ષ બાદ અકરમ 69 વર્ષીય બોરિસ પર કાબુ મેળવવામાં સફળ રહ્યો અને બીજી રાઇફલ ઉપાડી લીધી. આતંકવાદીએ પોતાની રાઇફલ ઊંચી કરીને બોરિસ અને સોફિયા ગુરમેને ગોળી મારીને હત્યા કરી દીધી.
બોરિસ અને સોફિયા ગુરમે આ હુમલામાં માર્યા ગયેલા પહેલા ભોગ બન્યા હતા. તેઓ 34 વર્ષથી લગ્નજીવનમાં હતા. બોરિસ અને સોફિયાએ પોતાના જીવનનું બલિદાન આપીને આતંક સામેના સંઘર્ષનો સંદેશ આપ્યો છે. આ હુમલો સાજિદ અકરમ અને તેના 24 વર્ષીય પુત્ર નવીદ અકરમે કર્યો હતો, જેમાં કુલ 15 લોકો માર્યા ગયા હતા અને 40થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.









