World

VIDEO: શૂટરને પાછળથી પકડીને બંદૂક છીનવી... ઓસ્ટ્રેલિયાના બહાદુર નાગરિકની વિશ્વભરમાં ચર્ચા

By GS TEAM
14 Dec 20252 mins read
TukuTouch Logo
ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર રવિવારે (14 ડિસેમ્બર) અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હતી. જેમાં એક શૂટર સહિત 12 લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, એક હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: શૂટરને પાછળથી પકડીને બંદૂક છીનવી... ઓસ્ટ્રેલિયાના બહાદુર નાગરિકની વિશ્વભરમાં ચર્ચા

Bondi Beach Shooting: ઓસ્ટ્રેલિયાના સિડનીમાં આવેલા બોન્ડી બીચ પર રવિવારે (14 ડિસેમ્બર) અંધાધૂંધ ગોળીબારની ઘટના બની હતી. જેમાં એક શૂટર સહિત 12 લોકોના મોત થયા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર, એક હુમલાખોરની ધરપકડ કરી લેવાઈ છે. ન્યૂ સાઉથ વેલ્સ પોલીસના એક નિવેદનમાં રવિવારે કહેવાયું છે કે 2 લોકોને કસ્ટડીમાં લેવાયા છે. આ વચ્ચે આ ગોળીબારનો એક વીડિયો પણ સામે આવ્યો છે. ઓસ્ટ્રેલિયાની સરકારે આ હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.

હુમલાખોરને 'બહાદુર' નાગરિકે પાછળથી પકડ્યો

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક સ્થાનિક વ્યક્તિએ શૂટરને પાછળથી પકડી લીધો હતો. વીડિયોમાં એક વ્યક્તિ ગોળીબાર દરમિયાન એક કાર પાછળ છૂપાયેલો નજરે આવી રહ્યો છે. ત્યારે હુમલાખોર પાર્કિંગ એરિયામાં બંદૂક સાથે ગોળીબાર કરતો નજરે આવી રહ્યો છે. શૂટર બીજી તરફ પલટતા જ કાર પાછળ છૂપાયેલા વ્યક્તિએ શૂટરને પાછળથી પકડી લીધો. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થાય છે. જેમાં બહાદુર વ્યક્તિ શૂટર પાસેથી બંદૂક છીનવી લે છે. બંદૂક છીનવતા જ શૂટર પટકાય છે. વ્યક્તિ હુમલાખોર પર બંદૂક તાકે છે, જેના પછી શૂટર ભાગી જાય છે. તે વ્યક્તિ પીછો કરે છે. બાદમાં પોલીસ આવીને તેને પકડી લે છે.

કાર્યક્રમમાં આશરે 2,000 લોકો હાજર હતા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, આ કાર્યક્રમ યહૂદી સંગઠન ચાબાદ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો, જ્યાં આશરે 2,000 લોકો મીણબત્તી પ્રગટાવવા અને ધાર્મિક વિધિઓ માટે ભેગા થયા હતા. લગભગ સાંજે 6:45 વાગ્યે (સ્થાનિક સમય) બે હથિયારધારી હુમલાખોરોએ અચાનક ભીડ પર ગોળીબાર કર્યો. ગોળીબારના અવાજથી બીચ પર ગભરાટ ફેલાઈ ગયો, જેના કારણે સેંકડો લોકો આશ્રય માટે દોડી ગયા.

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનએ શોક વ્યક્ત કર્યો

ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનએ આ ઘટના પર દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે બોન્ડી બીચ પરના દ્રશ્યો આઘાતજનક અને દુઃખદ હતા. તેઓ ઓસ્ટ્રેલિયન ફેડરલ પોલીસ કમિશનર અને ન્યૂ સાઉથ વેલ્સના પ્રીમિયરના સંપર્કમાં છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. પ્રાથમિકતા ઘાયલોના જીવ બચાવવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની છે.