World

5 કલાકમાં 6 શહેરો પર હુમલા... અમેરિકાના 50 હજાર સૈનિકો ઍલર્ટ પર! મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ફરી શરૂ

By GS Team
14 Jul 20263 mins read
TukuTouch Logo
અમેરિકાએ ઈરાનના 6થી વધુ ઠેકાણાઓ પર 5 કલાક સુધી હવાઈ હુમલા કર્યા. બુશેહર, ચાબહાર, જાસ્ક સહિતના શહેરો નિશાન બન્યા. ઈરાને પણ બહેરીન સ્થિત અમેરિકી સૈન્ય ઠેકાણા પર જવાબી હુમલો કર્યો. આ ભીષણ જંગની વૈશ્વિક બજાર પર અસર થતા ક્રૂડ ઓઈલના ભાવમાં 2%નો વધારો થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

5 કલાકમાં 6 શહેરો પર હુમલા... અમેરિકાના 50 હજાર સૈનિકો ઍલર્ટ પર! મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ફરી શરૂ

America-Iran War: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે અત્યંત ઘાતક સ્તરે પહોંચી ગયું છે. અમેરિકાએ દાવો કર્યો છે કે તેણે ઈરાનના 6થી વધુ ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. અમેરિકાની આ એર સ્ટ્રાઈક અંદાજે 5 કલાક સુધી ચાલી હતી. બીજી તરફ, ઈરાને પણ આ હુમલાનો જડબાતોડ જવાબ આપતા અમેરિકાના અનેક સૈન્ય ઠેકાણાને નિશાન બનાવ્યા છે. આ ભીષણ જંગની સીધી અસર વૈશ્વિક બજાર પર પણ જોવા મળી રહી છે, જેના કારણે ક્રૂડ ઓઈલની કિંમતોમાં ફરી એકવાર વધારો થયો છે. ક્રૂડ ઓઈલના ભાવમાં લગભગ 2 ટકાનો વધારો નોંધાયો છે.

5 કલાકમાં 6 શહેરો પર હુમલા

અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ જણાવ્યું કે, 13 જુલાઈની રાત્રે ઈરાન વિરુદ્ધ પાંચ કલાક સુધી એક મોટું ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ દરમિયાન અમેરિકી સેનાએ ઈરાનના બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક, અબુ મુસા અને બંદર અબ્બાસ સહિતના અનેક સૈન્ય ઠેકાણા પર સટીક હુમલા કર્યા હતા. અમેરિકાનો દાવો છે કે, આ હુમલા ઈરાનની ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ અને ડ્રોન ઠેકાણાઓને તબાહ કરવાના હેતુથી કરવામાં આવ્યા છે. તેમણે એ પણ જણાવ્યું કે, વર્તમાન સમયમાં મિડલ ઈસ્ટમાં 50,000થી વધુ અમેરિકી સૈનિકો તહેનાત છે.

ઈરાને અમેરિકાને આપ્યો જડબાતોડ જવાબ

બીજી તરફ, ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ દાવો કર્યો છે કે તેણે બહેરીન સ્થિત અલ-જુફૈર બેઝ પર હથિયાર ભંડાર, સેટેલાઈટ કોમ્યુનિકેશન સેન્ટર અને અમેરિકી સૈનિકો સાથે જોડાયેલી એક બિલ્ડિંગને નિશાન બનાવી છે. આ ઉપરાંત RGCએ અમેરિકાના અત્યાધુનિક MQ-1 ડ્રોનને પણ તોડી પાડ્યું હોવાનો દાવો કર્યો છે.

યુદ્ધના કારણે તેલની કિંમતમાં જંગી વધારો

આ વધતા જતા સૈન્ય સંઘર્ષની સીધી અસર વૈશ્વિક તેલ બજાર પર પણ સ્પષ્ટપણે દેખાઈ રહી છે. બ્રેન્ટ ક્રૂડની કિંમત વધીને અંદાજે 85 ડૉલર પ્રતિ બેરલ અને ડબલ્યુટીઆઈ ક્રૂડની કિંમત લગભગ 80 ડૉલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ છે. બજારમાં તેલના ભાવમાં એક મહિનાની સર્વોચ્ચ સપાટી સુધીનો ઉછાળો નોંધાયો છે, જેના કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠો અને મોંઘવારી અંગે ચિંતાઓ વધી ગઈ છે.

અમેરિકા-ઈરાન યુદ્ધની 10 મોટી વાતો

  • અમેરિકન સેનાએ ઈરાનના અનેક સૈન્ય ઠેકાણા પર 5 કલાક સુધી ઓપરેશન ચલાવ્યું.
  • અમેરિકાએ ઈરાનના બુશેહર, ચાબહાર, જાસ્ક, કોનાર્ક, અબુ મુસા અને બંદર અબ્બાસને નિશાન બનાવ્યા.
  • અમેરિકાએ ડિફેન્સ સિસ્ટમ, મિસાઈલ, ડ્રોન અને નેવીને પણ ટાર્ગેટ કર્યા.
  • મિડલ ઈસ્ટમાં 50,000થી વધુ અમેરિકન સૈનિકો હાઈ એલર્ટ પર તહેનાત.
  • IRGCએ બહેરીનના અલ-જુફૈર બેઝ પર જવાબી હુમલાનો દાવો કર્યો.
  • ઈરાને બે સુપર ઓઈલ ટેન્કર પર હુમલો કરવાનો પણ દાવો કર્યો.
  • UAEએ હોર્મુઝ વિસ્તારમાં પોતાના બે ઓઈલ ટેન્કરો પર હુમલાનો આરોપ લગાવ્યો.
  • સંયુક્ત રાષ્ટ્રમાં ઈરાને અમેરિકા પર કરારોને નબળો પાડવાનો આરોપ લગાવ્યો હતો.
  • યુદ્ધના વધતા ખતરાને કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં મોટો ઉછાળો.
  • અમેરિકા-ઈરાન યુદ્ધને કારણે ઈંધણ પુરવઠા અને દરિયાઈ વેપારની સાથે-સાથે પ્રાદેશિક સુરક્ષા પર સંકટ વધુ ઘેરી બન્યું.

તમને જણાવી દઈએ કે, અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર (પીસ એગ્રીમેન્ટ) પર સહમતિ બની ગઈ હતી, પરંતુ આ દરમિયાન ઈરાને હોર્મુઝની ખાડીમાં બે જહાજો પર હુમલો કરી દીધો હતો. ઈરાનના આ હુમલા બાદ અમેરિકાએ જવાબી કાર્યવાહી કરી અને આ સાથે જ બંને દેશો વચ્ચે યુદ્ધની આગ ફરી એકવાર ભભૂકી ઉઠી છે.